Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવ એકતા દિવસની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ર૩ : નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા ગુરબચન સિંહજીની સ્મૃતિમાં તા. ર૪-૪ ના માનવ એકતા દિવસ મનાવવામાં આવશે. આ દિવસે દેશભરમાં હજારો નિરંકારી ભકતો રકતદાન કરશે. જેના અનુસંધાને જામનગરના પટેલ કોલોનીમાં સેન્ટ આન્સ સ્કૂલ પાછળ આવેલ સંત નિરંકારી સત્સંગ ભવનમાં તા. ર૪-૪ ને બુધવારે સવારે ૯ વાગ્યે નિરંકારી ભકતો રકતદાન કરશે. માનવ એકતા દિવસનું મુખ્ય આયોજન સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજ પિતાજીની પાવન ઉપસ્થિતિમાં બુરાડીમાં કરવામાં આવ્યું છે. આ દિવસ યુગ પ્રવર્તક બાબા ગુરબચનસિંહજીના પરોપકારી જીવન અને જનકલ્યાણની તેમની ભાવનાને સમર્પિત છે. આ કાર્યક્રમમાં હજારો ભકતો મિશનના બાબા ગુરબચનસિંહજી અને અનન્ય ભકત ચાચા પ્રતાપસિંહજીને શ્રદ્ધાંજલિ આપશે. તથા પ્રવચન સાંભળશે તેમ જામનગરના સંયોજક મનહરલાલ રાજપાલ દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા હરદેવસિંહજીએ ઈ.સ. ૧૯૮૬ માં શરૂ કરેલા આ પરોપકારી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧૩, ૩૧, ૯૦૬ યુનીટ રકત એકત્ર કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial