Advertisement
Author: નોબત સમાચાર

કામધંધો સરખો ચાલતો ન હોવાના કારણે આર્થિકભીંસ અનુભવતા યુવાનનો ગળાટૂંપો

મૃતકના પત્નીનું પોલીસે નોંધ્યું નિવેદનઃ

જામનગર તા. ર૩: જામનગરના ભાગોળે આવેલા યોગેશ્વરનગરમાં રહેતા એક કડિયા યુવાને કામધંધો સરખો ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણમાં ભીંસાઈ જવાથી કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા યોગેશ્વર નગરમાં શેરી નંં.રમાં રહેતા અને કડિયાકામ કરતા હરેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટી (ઉ.વ.૩૯) નામના કડિયા યુવાને ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

તે બાબતની બપોરે એકાદ વાગ્યે તેમના પત્ની પ્રીતિબેનને જાણ થતાં તેઓએ હરેશભાઈને નીચે ઉતારી પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પીએસઆઈ એમ.કે. બ્લોચે હરેશભાઈને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે અને પ્રીતિબેનનું નિવેદન નોંધ્યું છે.

આ મહિલાએ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ તેમના પતિનો કામધંધો થોડા દિવસોથી બરાબર ચાલતો ન હતો જેના કારણે હરેશભાઈ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. સતત ટેન્શન અનુભવતા હરેશભાઈએ ગઈકાલે આ પગલું ભરી લીધુ છે. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh