Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ગાઈડલાઈન્સઃ
જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર હેલ્થની યાદી જણાવે છે કે, હાલ આઈએમડી (ભારતીય હવામાન વિભાગ) મુજબ ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેથી જામનગર શહેરમાં પણ સામાન્ય કરતાં વધારે તાપમાનની શકયતા છે. માટે આવા સંજોગોમાં લુ લાગવાની શકયતાઓ વધુ રહે છે. તેથી કેટલીક તકેદારી રાખવા શહેરના દરેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે, તેમજ લુ લાગવાના લક્ષણો જણાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ફેમિલી ડોકટરનો તાત્કાલિક સારવાર લેવાની કાળજી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે.
લુ લાગવાના લક્ષણો જોઈએ તો માથુ દુઃખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે ગણી શકાય.
લુ લાગવાથી બચવાના ઉપાયો જોઈએ તો ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, ભીનાં કપડાંથી માથું ઢાકી રાખો, વારંવાર ઠંડુ પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓઆરએસ વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા, ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચે આવે ત્યારબાદ જ નહાવું, દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાંયામાં રહેવું, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી વગેરે સાવધાનીઓ રાખવી જોઈએ., તે ઉપરાંત બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક, બરફ ખાવનું ટાળવું અને લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહીં, અને ચા-કોફી અને દારૂના સેવનથી લુ લાગવાની શકયતા વધે છે, તેથી તેનું સેવન ટાળવુંં તાજા ફળોના રસનું સેવન કરવું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial