Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆતને સફળતા
જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રૃા. ૧૬ કરોડના રસ્તાના કામ તથા રૃા. ૬ કરોડના બ્રીજના કામ મંજુર કરવામાં આવતા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાની રજુઆતને સફળતા મળી છે.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની રજુઆતને ધ્યાને લઈ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ મુખ્યમંત્રીને ૮૦-જામજોધપુર વિધાનસભાના લાલપુર અને જામજોધપુર તાલુકાના વિવિધ રોડ-રસ્તા તથા બ્રીજ અંગે રજુઆત કરી હતી. જેને તુરત પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી દ્વારા આ તમામ કામો મંજુર કરી, તેના જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
જેમાં લાલપુર તાલુકાના વલ્લભીપુર-વેરાવળ ટુ જોઈન ઓડીઆર માટે રૃા. ૧૧૦ લાખ, કાનવીરડી મોટી રાફુદળ, ડબાસંગ રોડ મટો ર૦૦ લાખ, મેમાણા વડપાંચસરા રોડ માટે રૃા. ર૬૦ લાખ, બાબરીયા - ચોરબેડી રોડ માટે રૃા. ૪ર લાખ, સોનવડીયા - કૃષ્ણગઢ રોડ માટે ૧૩૦ લાખ ઉપરાંત ખડખંભાળીયાથી સ્ટેટ હાઈવે જતાં રોડ માટે ૭પ લાખ, નાંદુરી, રીજપર રોડ પર કોઝવે માટે રૃા. ૧૦ લાખ, પડાણા રંગપર કોઝવે રૃા. ૩૦૦ લાખ, ટેભડા-ગોદાવરી રોડ કોઝ-વે માટે રૃા.ર૪૦ લાખ મળી કુલ ૧૬ કરોડના કામો મંજુર થયેલ છે. આ ઉપરાંત સૂચિત ફલાય ઓવર મોટીગોપ - જીણાવારી, ઈશ્વરીયા, વનાણા, નંદાણા, ધ્રાફા, વેણુડેમ માટે રૃા. ૩ કરોડ અને જામજોધપુર મહીકી સતા પર વાંસજાળીયા તરસાઈ હનુમાનગઢ ફલાય ઓવર માટે રૃા. ૩ કરોડ મંજુર થયા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ, સંસદસભ્ય પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial