Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં અકળ કારણોસર તરૃણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી

ખંભાળિયામાં યુવાનની અગમ્ય કારણથી આત્મહત્યાઃ

જામનગર તા. ૨૯ઃ ખંભાળિયાના સલાયા ગામમાં રહેતા બાર વર્ષના એક તરૃણે અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જ્યારે ખંભાળિયાના વણકરવાસમાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધુ છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં મુખ્ય બજારમાં રહેતા કરીમભાઈ હારૃનભાઈ ભાયા નામના માછીમાર પ્રૌઢના બાર વર્ષના પુત્ર યાસીને મંગળ વારે બપોરે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખામાં કોઈ કારણથી દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં આ તરૃણને નીચે ઉતારી ચકાસવામાં આવતા યાસીન મૃત્યુ પામેલો જણાઈ આવ્યો હતો. પિતા કરીમભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ તરૃણની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

ખંભાળિયા શહેરમાં નગર નાકા નજીક વણકરવાસમાં વસવાટ કરતા ધવલ જેઠાભાઈ ડોરૃ નામના એકવીસ વર્ષના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઓરડામાં સુવા માટે ગયા પછી એકાદ કલાકમાં જ આ યુવાને કોઈ અગમ્ય કારણથી ગળા ફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યાનું મોટાભાઈ જીતુભાઈ જેઠાભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh