Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલપીજીના ભાવ, જીએસટીના નિયમો, ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
નવી દિલ્હી તા. ર૯ઃ આવતીકાલ તા. ૧ માર્ચથી ફાસ્ટેગ અને જીએસટીના નિયમો બદલાશે. દર મહિનાની શરૃઆત સાથે, પૈસા સંબંધિત નિયમોમાં ફેરફાર થતા હોય છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગ, એલપીજીથી લઈને જેએસટી સુધીના ઘણાં નિયમો માર્ચમાં પણ બદલાશે.
નવા મહિનાની શરૃઆત સાથે જ નવા નિયમો અમલમાં આવશે. આવતીકાલે ૧ માર્ચ છે અને આવતીકાલથી પૈસા અને ઘણાં નિયમો બદલાઈ રહ્યા છે.
તદ્નુસાર દર મહિનાની પહેલી તારીખે કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. ચૂંટણી નજીક હોવાથી સામાન્ય લોકોએ રાહત અનુભવવી જોઈએ. તેથી સરકાર આ કંપનીઓને દર ઘટાડવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે ૧ માર્ચ, ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરી શકે છે.
ચૂંટણીની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટી નિયમો (૧ માર્ચ, ર૦ર૪ થી બદલાતા જીએસટી નિયમો) માં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે પ કરોડ રૃપિયાથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈનવોઈસ વગર ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. આ નિયમ શુક્રવાર, ૧ માર્ચથી અમલમાં આવશે.
ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેમાં કેવાયસી અપડેટ કરવું જરૃરી બનાવી દીધું છે. આવી સ્થિતિમાં ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે આજે પણ અપડેટ નહીં કરો તો નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમારા ફાસ્ટેગને ડીએક્ટિવ કરી દેશે.
૧ માર્ચથી થઈ રહેલા મોટા ફેરફારો પૈકી એક દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર છે. નવા નિયમ અનુસાર બેંક ૧પ માર્ચથી તેના ન્યુનત્તમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ સંબંધમાં ગ્રાહકોને ઈ-મેલ દ્વારા માહિતી આપી રહી છે.
૧ માર્ચથી સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો પણ લાગુ થશે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે આઈટી નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ એક્સ, ફેસબુક, યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી પોસ્ટ કરવા પર ભારે દંડ ભરવો પડશે. તેથી ૧ માર્ચથી સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરતા પહેલા લોકો માટે આ વિશે જાણવું અને તેના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial