Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં રૃપિયા ૧ર૦ કરોડથી વધુની ખર્ચ-દરખાસ્તો બહાલ

આંતર માળખાકીય કામો તથા મૂળભૂત જરૃરિયાતોના કામો મંજુર કરાયા

જામનગર તા. ર૯ઃ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૃા. ૧ર૦ કરોડ ૯ર લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ પડે તે પહેલા ધડાધડ ફાઈલો મંજુર કરવામાં આવી રહી છે. એક અઠવાડીયાના અંતરે બીજી વખત સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૯ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, નાયબ કમિશનર વાય.ડી. ગોહિલ, ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

વોર્ડ નંબર-ર ધરારનગરમાં પાઈપ ગટરના કામ માટે રૃા. ૯ લાખ, નવાગામ (ઘેડ)માં પાઈપ ગટરના કામ માટે રૃા. ૯ લાખ, જાડાની ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી સમાણા માર્ગે, નાઘુના ગામ પાસે કોમ્યુનીટી હોલ બનાવવા માટે રૃા. ૧૩.રપ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર ૧પ માં આશીર્વાદ એવન્યુ સોસા. મેઈન ગેઈટથી આર્મી કેમ્પસની દીવાલ સુધી સીસી રોડ માટે રૃા. ૪૩.૩૮ લાખ, મયુર ટાઉનશીપ,થી શાલીગ્રામ હોસ્પિટલના છેડા સુધી સીસી રોડ બનાવવા માટે રૃા. ૩ર.૩૯ લાખ, ૪૯ દિ.પ્લોટ રામનગર કોર્નરથી મેઈન રોડ સુધી સીસીરોડ માટે રૃા. પ૩ લાખ, વોર્ડ નંબર ૧૬ માં જડેશ્વર ચોકડીથી મયુર ગ્રીન્સ સુધી સીસી રોડ માટે રૃા. ૬૦.પ૭ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. ખાનગી સોસાયટીઓમાં હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી સીસી રોડ, સીસી બ્લોકના કામ માટેની ૮ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર ૪ માટે રૃા. ર૦૦ લાખ, વોર્ડ નંબર પ માં ર૦૦ લાખ, વોર્ડ નંબર ૧૩ માં ર૦૦ લાખ, વોર્ડ નંબર ૧૪ માં ર૦૦ લાખ, વોર્ડ નંબર ૧ર માં ર૦૦ લાખ, વોર્ડ નંબર ૧૧ માં ર૦૦ લાખ, વોર્ડ નંબર ૧૦ માં ર૦૦ લાખ અને વોર્ડ નંબર ૭ માં ર૦૦ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. પુષ્કરધામમાં સીસી રોડ બનાવવાની દરખાસ્તમાં લોકેશન ફેરફાર કરવામાં આવ્યો છે.

ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણના કામ માટે કરોડો રૃપિયાના વાર્ષિક કોન્ટ્રાકટ મંજુર કરાયા છે. જેમાં વોર્ડ નંબર ૧ થી પ માટે રૃા. ૮૭.૩૩ લાખ, વોર્ડ નંબર ૬,૭ અને ૮ માટે રૃા. પપ.૫૩ લાખ, વોર્ડ નંબર ૯ થી ૧ર માટે રૃા. ૬૦.૯૦ લાખ, અને વોર્ડ નંબર ૧૩ થી ૧૬ માટે રૃા. ૭૩.૬૧ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. વોર્ડ નંબર ૧૩ થી ૧૬ માં ભૂગર્ભ ગટરની ફરિયાદના નિકાલ માટે જેટીંગ મશીન મારફત સફાઈ કામ અંગે રૃા. ર૭.પ૪ લાખ, વોર્ડ નંબર ૯ થી ૧ર માટે રૃા. ર૮.૬૭ લાખ, વોર્ડ નંબર પ થી ૮ માટે રૃા. ર૬.૦૪ લાખ, વોર્ડ નંબર ૧ થી ૪ માટે રૃા. ર૭.૭૭ લાખનું ખર્ચ માન્ય રખાયું છે.

૩૦ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપન ટેકનોલોજી સામે બનાવવાનું તેમજ સીવેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું કામ પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટનન્સ માટેની દરખાસ્ત અન્વયે રૃા. ૬૭.ર૭ કરોડનું ખર્ચ મંજુર કરાયું છે.

વોર્ડ નંબર ૧૧ માં ભૂગર્ભ ગટર, પાઈપ ગટર, જોડાણના કામ માટે રૃા. ૪,૧૦ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. માર્કેટ યાર્ડ પાસે એલસી ૧૮૮ થી રાજકોટ હાઈવેને જોડતા રોડને આસ્ફાસ્ટ રોડ બનાવવા માટે રૃા. ૧.૩પ કરોડ, વોર્ડ નંબર ૧પ, ૧૬, લાલપુર રોડ ઉપર સીવીક સેન્ટર બનાવવા માટે રૃા. ર.પ૩ કરોડ, કાલાવડ રોડ, હાપા માર્કેટ યાર્ડ રોડ પર ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સના કામ માટે રૃા. ૬.૯૮ કરોડ, દેવરાજદેપાળ પ્રા.શાળાને સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલોપ કરવા માટે રૃા. ૪ કરોડ ૪૧ લાખ, લાખોટા તળાવમાં આવેલ હોલ નંબર ૧ અને ર ને મલ્ટી એકટીવીટી (લાયબ્રેરી-ગેમીંગઝોન), ઈન્સ્ટીરીયર્સ તથા ફર્નિચર વર્ક સાથે ડેવલોપ કરવા અને સિન્થેટીક જોગીંગ ટ્રેકને રિફરનેશમેન્ટ કરવા માટે રૃા. ર.ર૮ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

એમ્યુઝમેન્ટ પાર્કના હોલ નંબર ર અને ૩ માં યોગા, ઝુમ્બા સ્ટુડિયો ડિઝાઈન અને ડેવલોપ કરવાના કામ માટે રૃા. ૧.પ૧ કરોડ, આંગણવાડીઓને થીમ બેઈઝ સ્માર્ટ અને જોયફુલ આંગણવાડીમાં અપગ્રેડ કરવા માટે રૃા. ૩ કરોડ, ઓફિસ ફર્નિચર માટે વાર્ષિક રૃા. ૧૦ લાખ, કોમ્પ્યુટર સ્ટેશનરી વગેરેની ખરીદી માટે વાર્ષિક રૃા. ર૦ લાખ, લાઈટ શાખાની મેન્ટનન્સ કામગીરી અને ઈલેકટ્રીક આઈટમ ખરીદી માટે વાર્ષિક રૃા. રપ લાખ, રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદી માટે વાર્ષિક રૃા. ૧૦ લાખ, ફોટો કોપીના કામ માટે વાર્ષિક રૃા. ૭ લાખ, બ્લીચીંગ પાવડર, જંતુનાશક દવા ખરીદી માટે વાર્ષિક રૃા. ર૦ લાખ, કોમ્પ્યુટર હાર્ડવેર, એન્યુઅલ મેન્ટનન્સ માટે રૃા. ૧પ.૧૦ લાખ, નેટવર્ક સર્વર, રાઉટર વગેરેના કામ માટે વાર્ષિક રૃા. ૩૭.૪૩ લાખ, સીસી ટીવીના મેન્ટનન્સ માટે વાર્ષિક રૃા. ૮.૭ર લાખ, ઓપરેશન, મેન્ટનન્સ એન્ડ એનહેન્સમેન્ટ સ્પોર્ટ ઓફ ઈ ગર્વનન્સ સોલ્યુશન વર્ષ ર૦ર૧-રર થી ર૦રપ-ર૬ માટે રૃા. ર૯ લાખનું ખર્ચ, સ્ટ્રીટ લાઈટ શાખાની મેન્ટનન્સ કામગીરી માટે લેડર માઉટેડ વાહનના ભાડા માટે વાર્ષિક રૃા. ૪૧.૩૦ લાખ, હંગામી ડેકોરેશન અને આનુસંગિક વ્યવસ્થા માટે વાર્ષિક રૃા. ૧૧.૮૦ લાખ, લીકવીડ કલોરીન-ટર્નર ખરીદી માટે વાર્ષિક રૃા. ૮.૦૮ લાખ, પીએસી ૧૦ ટકાની ખરીદી માટે વાર્ષિક રૃા. ૯પ.૧૭ લાખ, બેડી અને માધાપર ભુંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝિસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી-બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બરના કામ માટે વાર્ષિક રૃા. ર૭.૩૧ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. સ્વચ્છ ભારત મશીન ર.૦ દરમ્યાન સ્વચ્છતા સર્વેક્ષણ તથા ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ માટે કન્સલટનન્ટની નિમણૂક કરવા માટે વાર્ષિક રૃા. ૧૯.૮૦ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. બેક હો લોડર મશીન નંગ ૩ ની ખરીદી માટે રૃા. ૯ર.૭૮ લાખ, વીડીયો કોન્ફરન્સ સીસ્ટમ ખરીદી માટે રૃા. ૧૪.૯પ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.

પ્રી-મોન્સુન કામગીરી અન્વયે ઓપન, કવર્ડ, કેનાલ, નાલા, પુલીયા વગેરેના મશીન તથા મેન્યુઅલી સફાઈ અન્વયે ૧૧ દરખાસ્તો મંજુર કરી લાખોનો ખર્ચ મંજુર કરાયો છે.

જેમાં ભાગ ૧ માટે રૃા. ૩.૪૯ લાખ, ભાગ-ર માટે રૃા. ર.૯પ લાખ, ભાગ-૩ માટે રૃા. ૩.૭ર લાખ, ભાગ-૪ માટે રૃા. ૬.૯૩ લાખ, ભાગ-પ માટે રૃા. ૩.૧૪ લાખ, ભાગ-૬ માટે રૃા. ૩.૩પ લાખ, ભાગ-૭ માટે રૃા. પ.૩૪ લાખ, ભાગ-૮ માટે રૃા.૪.૪૦ લાખ, ભાગ-૯ માટે રૃા. ર.૭૪ લાખ, ભાગ-૧૦ માટે રૃા. ૩.૬૬ લાખ અને ભાગ-૧૧ માટે રૃા. ૮.ર૧ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. આમ કેનાલોની સફાઈ માટે કુલ રૃા. ૪૭.૯૩ લાખના ખર્ચને મંજુર કરાયો છે.

આ સમયે નિવૃત્ત થનાર કર્મચારી ભોજુભા ગોવુભા ચુડાસમા અને સલમાબેન મુરીમાને વિદાયમાન આપી શુભેચ્છા આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh