Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સાથે થયેલી વર્તણૂકની દલીલો રહી ગ્રાહ્યઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના એક યુવકે પોતાના પત્ની પાસેથી છૂટાછેડા લેવા પીટીશન ફાઈલ કરી હતી. તે કેસ રાજકોટ ટ્રાન્સફર કરી આપવા પત્નીએ હાઈકોર્ટમાં ધા નાખી હતી. આ કિસ્સામાં હાઈકોર્ટે પતિ સાથે થઈ રહેલી વર્તણૂક અંગેની દલીલો ધ્યાને લઈ કેસ જામનગરમાં જ ચલાવવા પતિ તરફી હુકમ કર્યાે છે.
જામનગરના કિરણભાઈ મનસુખભાઈ વાઘેલાના લગ્ન રાજકોટના અંકિતાબેન સાથે વર્ષ ૨૦૧૯માં થયા હતા. લગ્નજીવન દરમિયાન આ દંપતી વચ્ચે વિખવાદ થતાં અંકિતાબેન પિયર પરત ફરી ગયા હતા. તે દરમિયાન જામનગરમાં એક શાળામાં રી યુનિયન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિરણભાઈ હાજર હતા ત્યાં શાળા પાસે ધસી આવેલા અંકિતાબેને પતિનો કાઠલો પકડી લઈ માર માર્યાે હતો અને તેમના ચારિત્ર્ય પર આક્ષેપ કર્યા હતા. ત્યારપછી પતિના ઘેર જઈ ફરીથી ઝઘડો કર્યાે હતો.
આટલેથી ન અટકી અંકિતાબેને પોલીસમાં પણ સાસરિયા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં અરજી કરી ભરણપોષણ માંગ્યંુ હતું. પત્નીના વલણથી ત્રાસી ગયેલા કિરણભાઈએ ક્રુરતાનું કારણ બતાવી પત્ની પાસેથી છૂટાછેડા મેળવવા જામનગર ફેમિલી કોર્ટમાં ડાયવોર્સ પીટીશન દાખલ કરી હતી.
તે પીટીશન રાજકોટ ટ્રાન્સફર કરી આપવા અંકિતાબેને ગુજરાત હાઈકોર્ટમાં માંગણી કરી હતી. તેથી કિરણભાઈને રાજકોટ ધક્કા ખાવા પડે અને વધુ પરેશાનીનો ભોગ બનવું પડે તેમ હતું. તે કેસ જામનગરની ફેમિલી કોર્ટમાં જ ચાલે તે માટે કિરણભાઈના એડવોકેટ અનિલ જી. મહેતા તથા અમદાવાદના હેમલ શાહે અસરકારક રજૂઆત કરતા હાઈકોર્ટે પત્નીની કેસ ટ્રાન્સફરની માગણી ફગાવી દીધી છે. સામાન્ય રીતે મહિલા જે શહેરમાં રહેતા હોય તે શહેરમાં કેસ ટ્રાન્સફર કરી આપવામાં આવતા હોય છે. તેથી અરજદારણને સવલત મળી રહે પરંતુ હાલના કેસમાં પતિ તરફથી રજૂ થયેલી દલીલો તેમજ પતિ સાથેની તેમની વર્તણૂકની રજૂઆતને ધ્યાને લઈ હાઈકોર્ટે પતિની તરફેણમાં હુકમ કર્યાે છે. પતિ તરફથી વકીલ અનિલ જી. મહેતા અને તેમની ટીમના અર્જુનસિંહ સોઢા, વિવેક જાની, અમદાવાદના હેમલ શાહ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial