Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
ખંભાળીયા તા. ર૯ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત એસએસસી તથા એચએસસીની વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તા. ૧૧-૩-ર૪ થી તા. ર૬-૩-ર૪ દરમ્યાન યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૃએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રીજ્યામાં કોઈ અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના દિવસે તા. ૧૧-૩-ર૦ર૪ તા. તા.ર૬-૩-ર૦ર૪ સુધી પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો દ્વારા મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ બ્લુટૂથ, કેમેરા, લેપટોપ વગેરે ઈલેકટ્રોનિક ગેઝેટ તેમજ પુસ્તક કે અન્ય સાહિત્ય કે કોઈપણ પ્રકારની અન્ય વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરમાં બે વ્યક્તિથી વધારે વ્યક્તિઓને એકઠા ન થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિશિષ્ટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ દુકાનો તથા લાઉડસ્પીકરો તા.૧૧-૩-ર૪ થી તા. ર૬-૩-ર૪ સુધી પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial