Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર
જામનગર તા. ર૯ઃ જામનગર નજીક ખાવડી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાઉનશીપમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના શુભલગ્ન રાધિકા મરચન્ટ સાથે જુલાઈમાં નિરધાર્યા છે. આ મંગલ પ્રસંગના પ્રિ-વેડિંગ સેરેમની અંતર્ગત ટાઉનશીપ અને આજુબાજુના ગામડાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને મુકેશભાઈ અંબાણી અને નિતાબેન અંબાણી સહિતનો આખો અંબાણી પરિવાર આ પ્રસંગે આમંત્રિતોની પરોણાગત કરી રહ્યો છે.
જામનગરમાં અનંત અંબાણીનું ૩ દિવસનું પ્રિ-વેડિંગ ફંકશન આવતીકાલથી શરૃ થશે. જે ત્રીજી માર્ચ સુધી ચાલશે. તેમાં બોલિવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે. વિશ્વભરમાંથી મહેમાનો પ્રિ-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંકશનમાં પર્ફોમ તેમજ માર્ક ઝુકરબર્ગ બિલ ગેટ્સ ઈવાન્ડા ટ્રમ્પ હાજર રહેશે. તેમજ પ્રિ-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે. જામનગરમાં અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંકશન ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યું છે. અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે અનંત અંબાણીના પ્રિ-વેડિંગનો ભવ્ય પ્રસંગ ઉજવવા જઈ રહ્યો છે.
૧ માર્ચ શુક્રવાથી ૩ માર્ચ રવિવાર સુધી ત્રણ દિવસ પ્રિ-વેડિંગ ઉજવાશે. હાલ અત્યાર સુધીમાં શાહરૃખ ખાન, જ્હાનવી કપૂર, સલમાન ખાન, મિસ વર્લ્ડ માનુસી છીલ્લર, ફેશન ડિઝાઈનર સાથે અન્ય પણ સેલિબ્રિટી આવી પહોંચ્યા છે. વિદેશી મહાનુભાવો માટે ખાસ ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી છે. આ પ્રિ-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે અને ભારતીય ભોજનનો સ્વાદ માણશે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે અમિતાભ બચ્ચન જામનગર પહોંચી ગયા છે.
મનિષ મલ્હોત્રા પણ જામનગર એરપોર્ટથી નીકળતા જોવા મળ્યા હતાં. સૂત્રો અનુસાર પ્રિ-વેડિંગ ફંકશનમાં અંબાણી પરિવાર અને સ્ટાર્સ તેમના ડિઝાઈન કરેલા આઉટફિટ્સમાં જોવા મળી શકે છે. મનિષ મલ્હોત્રાનો એરપોર્ટ લૂક ખૂબ જ ફંકી અને ફૂલ લાગતો હતો.
અનંત અંબાણી અને રાધિકા મરન્ટના પ્રિ-વેડિંગ ઈવેન્ટનું કાર્ડ જાહેર થઈ ગયું છે. આ કાર્ડમાં પહેલી, બીજી અને ત્રીજી માર્ચે યોજાનારા કાર્યક્રમોની વિગતો જોવા મળે છે. પહેલા માર્ચે સાંજે પ-૩૦ વાગ્યે કન્ઝર્વેટરીમાં એન ઈવનિંગ ઈન એવરલેન્ડ નામનો કાર્યક્રમ યોજાશે. આ ઈવેન્ટનો ડ્રેસ કોડ છે. એલિગન્ટ કોકટેલ આ દરમિયાન મહેમાનોને એક મોર્ડન વર્લ્ડની અનુભૂતિ થશે. તેમાં ગીતસંગીત અને નૃત્યની સાથે વિઝ્યુઅલ આર્ટિસ્ટી અને સ્પેશિયલ સરપ્રાઈઝથી મહેમાનોનું મનોરંજન કરાશે.
આ સેરેમનીમાં ખ્યાતનામ સંગીતકારો અને આર્ટિસ્ટો પરફોર્મન્સ આપશે. જેમાં રિહાના ઉપરાંત વર્લ્ડક્લાસ ડેવિડ બ્લેની, ભારતીય આર્ટિસ્ટો અરિજિતસિંઘ, અજય અતુલ, દલજીત વગેરેનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત આધ્યાત્મિક અગ્રણી સદ્ગુરુજી સહિતના સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.
ખેલ જગત, ફિલ્મ જગત અને કલા જગતના આમંત્રીતો
આ સેરેમનીમાં રપ થી વધુ ફિલ્મ, ખેલજગત, મનોરંજન અને કલાજગતની હસ્તીઓને પણ આમંત્રણ અપાયા છે, જેમાં સચિન તેંડુલકર પરિવાર, ધોની પરિવાર, રોહિત શર્મા, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન વિગેરે ક્રિકેટરો સહિતની ખેલજગતની હસ્તીઓ, અમિતાભ બચ્ચન પરિવાર, રજનીકાંત પરિવાર, એસઆરકે પરિવાર, આમિરખાન પરિવાર, સલમાનખાન, અક્ષય અને ટ્વીન્કલ, અજય દેવગન અને કાજોલ, સૈફઅલીખાન પરિવાર, ચંકી પાંડે પરિવાર, રણવીર અને દિપીકા, ભક્ત અને કાર્તિક, માધુરી દિક્ષિત, ડો. શ્રી રામ, આદિત્ય અને રાની ચોપરા, કરણ જોહર, બોની કપૂર પરિવાર, અનિલ કપૂર પરિવાર, વરૃણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, કરિશ્મા કપૂર સહિતની સંખ્યાબંધ હસ્તીઓનો સમાવેશ થાય છે.
આમંત્રીત આંતરરાષ્ટ્રીય મહાનુભાવો...
આ સેરેમનીમાં ડો. સલમાન અલ જેબર (સીઈઓ એન્ડ એમ.ડી. - એડીએનઓસી), યાસિર અલ રૃમાપાન, ચેરપર્સન, સાઉદી આરામકો, મોહમ્મદ-બીન-અબ્દુલરહેમાન બીન જાસિમ અલ-થાની, વડાપ્રધાન-કતાર, કેરી બિલ્ડર - પૂર્વ વડાપ્રધાન-સ્વીડન, બિલ ગેટ્સ, બીએમજીએફ, અજીત જૈન, બી.એચ. વૈજ્ઞાનિક ડો. રિચાર્ડસ, પુરી મિલનર, અજીત મોહન, પ્રસિડેન્ટ એશિયન પેસિફિક, એચ.એચ.કિંગ એન્ડ કવીન ઓફ ભૂટાન, જોર્જ કિવરોગા, પૂર્વ રાષ્ટ્રપતિ - બોલિવિયા, કેવિન રૃડ, પૂર્વ પી.એમ. ઓસ્ટ્રેલિયા, પત્રકાર ફરીદ ઝાકરીયા, કલોઝ સરવાલ, વર્લ્ડઈકોનોમિક ફોરમ, બ્રેઈન થોમસ - ચેરમેન - બેન્ક ઓફ અમેરિકા સહિતની સંખ્યાબંધ વૈશ્વિક હસ્તીઓને આમંત્રિત કરાઈ છે.
બિઝનેસ - ઉદ્યોગ જગતની આમંત્રિત હસ્તીઓ
આ સેરેમની માટે દેશ અને દુનિયાની પ૦ થી વધુ હસ્તીઓને આમંત્રિત કરાઈ છે, જેમાં જુદા-જુદા દેશો, બેન્કો, વૈશ્વિક સંસ્થાઓના હોદ્દેદારો, સીઈઓ, ચેરમેનો, ડાયરેક્ટરો, સંસ્થાકીય અને વિવિધ કંપનીઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનો સમાવેશ થાય છે.
એરપોર્ટ પર સલમાનની એક ઝલક જોવા ભીડ ઉમટી
જામનગર એરપોર્ટ પર સલમાન ખાન પહોંચતા જ તેમની એક ઝલક જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગરના આંગણે અનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગોત્સવને અતિ ભવ્ય રીતે ઉજવવા માટે લગ્ન સથળે છેલ્લા દોઢ-બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ દિવસ દરમિયાન પ્રિ-વેડિંગ સેરેમનીની વિધિ થશે ત્યારે આ ત્રણેય દિવસોમાં દેશ-વિદેશના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial