Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજકોસ્ટ દ્વારા એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલના સહયોગથી
જામનગર તા. ૨૯ઃ રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ, શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ, શ્રી કાંતાગૌરી ગૌરીશંકર રાવલ ટ્રસ્ટ-મુંબઈ અને શ્રી એમ.ડી. મહેતા મહિલા મંડળ-ધ્રોલના આર્થિક સહયોગથી લોક-વિજ્ઞાન કેન્દ્રોના કો-ઓર્ડિનેટર તેમજ સાયન્સ કોમ્યુનિકેટર્સ માટે પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસીય રાજ્યકક્ષાનો નેચર સ્ટડી ટુર અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિ વિશે પ્રત્યક્ષ જાણકારી મળે, પક્ષીઓની ઓળખ, પર્યાવરણની જાળવણી, જિલ્લાના પર્યાવરણીય સ્થળની મુલાકાત થાય તે ઉદેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે કાર્યક્રમની શરૃઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી.
તમામ લોક-વિજ્ઞાન કેન્દ્રોના કો-ઓર્ડિનેટર તેમજ સાયન્સ કોમ્યુનિકેટર્સ માટે તજજ્ઞ શ્રી સુરજભાઈ જોશી દ્વારા મરીન નેશનલ પાર્ક જામનગર અને સાપની પ્રજાતિ વિષે માહિતી પર વ્યાખ્યાન અપાયું હતું. વ્યાખ્યાન બાદ નરારા ટાપુની મુલાકાત દરમિયાન દરિયાઈ જીવસૃષ્ટિમાં પરવાળા, સ્ટાર ફિશ, ઓકટોપસ, પફર ફિશ, અલગ-અલગ પ્રકારના કરચલા, દરિયાઈ ફૂલ, લીલ, ચેરના વૃક્ષો વગેરે નિદર્શન બાદ નરારા ટાપુના ઓફિસર હુશેનભાઈ દ્વારા નરારા ટાપુની શરૃઆત મહત્ત્વ અને વિશેષતાઓની માહિતી અપાઈ હતી.
બીજા દિવસે જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત દરમિયાન દેશ-વિદેશથી આવતા પક્ષીઓ જેમ કે બ્લેક નેકકેડ સ્ટ્રોક, કિંગફિસર, કોમનક્રેન, ફલેમિંગો, સ્પૂનબિલ વગેરે પક્ષીઓની માહિતી અપાઈ હતી.
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ફિલ્ડ વિઝિટ બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દક્ષાબેન વાઘસીયા દ્વારા અભયારણ્ય અંગે સમજ, ખીજડીયા પક્ષી અભયારણ્યની શરૃઆત કેમ થઈ, અભયારણ્યનો પરિચય તેમજ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં કઈ રીતે સામેલ થવું વગેરે તે અંગે માહિતી આપવામાં આવેલ ત્યારબાદ જામનગર જિલ્લા કક્ષાના લોક-વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા દ્વારા પ્રવાસમાં સામેલ તમામ લોક-વિજ્ઞાન કેન્દ્રોના કો-ઓર્ડિનેટર તેમજ સાયન્સ કોમ્યુનિકેટર્સને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ સમારોહમાં વાઈઝ પ્રેસિડેન્ટ ઓફ લાખોટા નેચર કલબ જામનગર તથા વાઈલ્ડલાઈફ રેસ્કયુસર સુરજભાઈ જોશી, શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ- ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર સંજયભાઈ પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial