Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળ, ટાવર તથા શાક માર્કેટ પાસે દરોડાઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના પંચેેશ્વર ટાવર વિસ્તાર તેમજ પાબારી હોલના ઓટલે તેમજ શાક માર્કેટ પાસેથી પોલીસે ગઈકાલે છ શખ્સને ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા પકડી પાડ્યા છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી ગોલાની એક દુકાન પાસે ગઈકાલે સાંજે બે શખ્સ ચલણી નોટના નંબર પર જુગાર રમતા હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના રવિ શર્મા, વિજય કાનાણીને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે ત્યાંથી રાજુ સંગતમલ ચાવલા, પ્રકાશ ઘનશ્યામ લાલવાણી નામના બે શખ્સને નોટના નંબર પર જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ શખ્સોના કબજામાંથી રૃા.૧૦,૮૪૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના લાખોટા તળાવની પાળે આવેલા પાબારી હોલના ઓટલા પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર જુગાર રમતા મુકેશ આલુમલ માખેજા, જીતેશ કાંતિલાલ તન્ના નામના બે શખ્સને સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી લઈ રૃા.૧૧,૨૬૦ રોકડા કબજે લીધા છે.
સુભાષ શાક માર્કેટ પાસે વેરશીવાડના ઢાળીયા નજીક ગઈકાલે સાંજે નોટના નંબર પર એકીબેકી બોલતા સુનિલ સવશીભાઈ રંગપરા, સંજય જયસુખભાઈ કંબોયા નામના બે શખ્સને પકડી લઈ રૃા.૧૧૨૦ ઝબ્બે લેવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial