Advertisement
Author: નોબત સમાચાર

છૂટાછેડા પછી પત્નીને મળવા ગયેલા યુવાન પર એક શખ્સે કરી ધોકાવાળી

અલગ થયા પછી પણ રહેવા આપ્યું'તું મકાનઃ

જામનગર તા. ૨૯ઃ ઓખા મંડળમાં રહેતા એક યુવાને પત્ની સાથે છૂટાછેડા લીધા પછી પણ પોતાનું મકાન તેણીને રહેવા આપ્યું હતું. તે મકાને સપ્તાહ પહેલાં ગયેલા આ યુવાનને પત્ની સાથે બીજો શખ્સ રહેતો હોવાનું જણાઈ આવ્યું હતું. તે પછી આ શખ્સે યુવાન પર ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી માથું ફોડી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નવીનગરીમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગ કરતા સંદીપ ભીમજીભાઈ કંસારા (ઉ.વ.૩૭) નામના યુવાનના થોડા સમય પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. આ વેળાએ માનવતાથી સંદીપે પોતાના પૂર્વ પત્ની વિલાસબેનને હેરાનગતિ ન થાય તે માટે ઓખાના ટાઈગર પોઈન્ટ પર આવેલુ મકાન રહેવા માટે આપ્યું હતું.

ત્યારપછી ગઈ તા.૨૧ના દિને સંદીપ પોતાના મકાને ગયો ત્યારે ત્યાં ઓખાના ભુંગા વિસ્તારમાં રહેતો અસરફ કુરેશી નામનો શખ્સ વિલાસબેન સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતુું. તેથી બંને વચ્ચે બોલાચાલી થયા પછી અસરફે ગાળો ભાંડી સંદીપ પર ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સંદીપે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં અસરફ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh