Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાલિયા ફૂડ્સની હરણફાળઃ
જામનગર તા. ર૯ઃ રાજકોટના ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ ર૦ર૩ માં શરૃ કર્યા પછી માત્ર ૬ મહિનાના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ પોતાનો ૧૭ મો રીટેલ આઉટલેટ શરૃ કરવા જઈ રહી છે. જામનગરના ટાઉનહોલ સર્કલથી નજીક વડાલિયા ફૂડ્સના નવા રિટેલ આઉટલેટનો પ્રારંભ આવતીકાલે તા. ૧લી માર્ચથી થઈ રહ્યો છે. આ અવસર પર તમામ ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર રપ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે વધુ વિગતો આપતા વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે, અમારા માટે ગૌરવની વાત છે કે માત્ર ૬ મહિનાના ટૂંકા સમયમાં અમે ૧૭ મો રીટેલ આઉટલેટ શરૃ કર્યો છે. ગોંડલ રોડ પર પ્રથમ રિટેલ આઉટલેટ શરૃ કર્યા પછી કંપની દ્વારા રાજકોટ શહેરમાં ૧૧ આઉટલેટ સફળતાપૂર્વક શરૃ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના પોશ વિસ્તારમાં ત્રણ આઉટલેટ, ભાવનગર, હળવદ, વેરાવળ સોમનાથ તેમજ શાપરમાં કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ આઉટલેટ શરૃ કરવામાં આવ્યા છે.
જામનગરના ટાઉન હોલ સર્કલ પાસે શરૃ કરવામાં આવેલા કંપની આઉટલેટ વિષે બોલતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ અને ફ્રેન્ચાઈજી હેડ દિપકભાઈ ગરચરે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ઉત્તમ ગુણવત્તા, ટેસ્ટમાં બેસ્ટ અને કિફાયતી દામ સાથે ૧૦૦ થી પણ વધારે વેરાઈટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાઈટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોંચ કરવામાં આવ્યા છે. કંપનીની પ્રોડક્ટ વિશે જણાવ્યું હતું કે, નમકીન, વેફર્સ, ફ્રાઈમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ, મૂંગ દાળ, આલુ સેવ, રતલામી સેવ, ખારી રીંગ, સેવ ઉપરાત ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચીપ્સો, ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર, સ્પાઈસી મસાલા, ટેન્ગી ટોમેટો, મસાલા ચીપ્સોની ભારે ડિમાન્ડ છે. આ ઉપરાંત પેપરીકા વેફર અને સોયા સ્ટીક્સ, મેજીક પૂરી, મસાલા ભૂંગળા, પોપ પોપ પાસ્તા, પોપકોર્ન પ્રોડક્ટએ સારી લોકચાહના મેળવી છે. ફરસાણ સેગ્મેન્ટમાં પણ બેસન સેવ, ભાવનગરી ગાંઠિયા, રતલામી સેવ, પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, આલુ ભજિયા, નીબું સેવ, અને સેવ મમરા, ગાર્લિક મમરા, તીખા મીઠા મિક્સ, સકરપારા, ભાખરવડી, મગદાળ, શીંગ ભૂજિયા, દાબેલા ચણાં, કેળા વેફર વગેરે પ્રોડક્ટ સામેલ છે. આ ઉપરાંત ડ્રાય કચોરી, પાપડ, મસાલા ખાખરા, મેથી ખાખરા અને જીરા ખાખરા, પાણીપૂરી ખાખરા, રાગીના ખાખરાની નવી રેન્જ પણ સામેલ છે. આ ઉપરાંત ફરારી મિક્સ્ચર સામેલ છે. કંપની દ્વારા હવે મુખવાસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રોડક્ટ ટાઉનહોલ સ્થિત કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. અહીં કંપની દ્વારા વિવિધ આઈટેમોના ૪૦૦ ગ્રામના ૧૦૦ ટકા ફૂડ ગ્રેડ કન્ટેનર પેકીંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત ર૦૦ ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે.
સંસદસભ્યના હસ્તે ઉદ્ઘાટન
જામનગરમાં વડાલિયા ફૂડ્સના આઉટલેટનું ઉદ્ઘાટન આવતીકાલે તા. ૧-૩-ર૦ર૪ ના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ કગથરા ઉપસ્થિત રહેશે. ફ્રેન્ચાઈજીના માલિક સતિષભાઈ ચગ, સકેશભાઈ જૈન, સમીરભાઈ જૈને જામનગરની સ્વાદપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial