Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાયલ કોર્ટ કે હાઈકોર્ટ તરફથી અપાયેલો સ્ટે આપમેળે સમાપ્ત ન થઈ શકે : સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ર૯ઃ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ. ઓકા, જે.પી. પારડીવાલા, પંકજ મિત્તલ તથા મનોજ મિશ્રાની સંયુકત બેન્ચે આ ચુકાદાને પલટી નાખ્યો હતો, અને ઠરાવ્યું હતું કે સમાપ્ત ન થઈ શકે.

સુપ્રિમ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવતા તેના ર૦૧૮ ના એશિયન રિસરફેસિંગ ચુકાદાને પલટી નાખ્યો હતો. જેમાં એવી જોગવાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા સ્ટેને આગળ ન વધારવામાં આવે તો સિવિલ તથા ગુનાઈત કેસમાં સુનાવણી પર રોક લગાવતા વચગાળાના આદેશ જારી થવાની તારીખથી ૬ મહિના આપમેળે સમાપ્ત થઈ જાય છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીલ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ. ઓકા, જે.પી. પારડીવાલા, પંકજ મિત્તલ તથા મનોજ મિશ્રાની સંયુકત બેન્ચે આ ચુકાદાને પલ્ટી નાખ્યો હતો. ટોચની કોર્ટે નવા ચુકાદામાં કહ્યું કે ૬ મહિના બાદ ટ્રાયલ કોર્ટ કે પછી હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલ સ્ટે આપમેળે સમાપ્ત ન થઈ શકે. ચુકાદો સંભળાવનારા જસ્ટિસ ઓકાએ કહ્યું કે બેન્ચ એશિયન રિસરફેસિંગ મામલે આપવામાં આવેલ નિર્દેશો સાથે સહમત નથી. બંધારણીય કોર્ટ આવા કેસનો નિકાલ લાવવા ટાઈમલાઈન નક્કી કરતાં બચે. જો કે સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે અપવાદવાળી સ્થિતિમાં આવું કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે જુના ચુકાદામાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે તમામ દિવાની અને ગુનાઈત કેસમાં કાર્યવાહી પર સ્ટેનો આદેશ ૬ મહિનાની સમયમર્યાદા વીતી જવા પર આપમેળે સમાપ્ત થઈ જશે એ પણ ત્યારે જ્યારે તેને આગળ વધારવામાં ન આવ્યું હોય. આ નિર્ણય સુપ્રિમ કોર્ટે એશિયન રિસરફેસિંગ ઓફ રોડ એજન્સી પી લિમિટેડના નિર્દેશક વિરૃદ્ધ સીબીઆઈના કેસમાં સંભળાવ્યો હતો.

જો કે પછીથી સુપ્રિમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો તેના  તરફથી સ્ટે આપવામાં આવ્યું હોય તો નિર્ણય લાગુ નથી થતો. સુપ્રિમ કોર્ટે આ કેસને ૧૩ ડિસેમ્બર ર૦ર૩ ના રોજ વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી, સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખી લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh