Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિદ્રાધીન હાલતમાં વડત્રાના પ્રૌઢનું થયું મૃત્યુઃ
જામનગર તા. ૨૯ઃ ખંભાળિયાના વડત્રા ગામમાં રાત્રિના સમયે નિદ્રાધીન થયેલા એક પ્રૌઢ ઉંઘની હાલતમાં જ મોતની ગોદમાં સરી ગયા છે. જયારે ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક યુવાન કોઈ રીતે ટ્રેન હેઠળ ચગદાઈ જઈ મોતને શરણ થયા છે. પોલીસે બંને બનાવની તપાસ આદરી છે.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં રહેતા જુવાનસંગ દાજીભા ચુડાસમા નામના પ્રૌઢ મંગળવારની રાત્રે પોતાના ઘરમાં નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે નહીં ઉઠતા તેઓને જગાડવા માટે બ્રિજરાજસિંહ રામસંગજી ચુડાસમા ગયા હતા. આ પ્રૌૈઢ બેભાન જેવી હાલતમાં જણાઈ આવતા તેઓને સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. બ્રિજરાજસિંહનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
દ્વારકા તાલુકાના મીઠાપુર નજીકના સુરજકરાડી ઉદ્યોગનગરમાં રહેતા અજીતસિંહ રણજીતસિંહ રાઠોડ (ઉ.વ.૩૩) નામના યુવાન મંગળવારની રાત્રિથી બુધવારની સવાર સુધીમાં કોઈ રીતે મીઠાપુર રેલવે સ્ટેશનથી સુરજકરાડી વચ્ચેના ફાટક પર પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી પસાર થયેલી કોઈ ટ્રેન હેઠળ ચગદાઈ ગયા છે. તેની જાણ ગઈકાલે સવારે છએક વાગ્યે થવા પામી હતી. દાનસિંહ હમીરજી રાઠોડે મૃતદેહની ઓળખ આપી હતી. પોલીસે તેઓનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial