Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવારની વર્ષો જુની પરંપરા જળવાઈઃ મુકેશભાઈએ ખુદ પ્રેમથી ગ્રામજનોને પીરસ્યુ ભોજનઃ
પોતાની વર્ષો જુની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડાંઓમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૃ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેેળવ્યા છે. આ અન્નસેવાનો ૫૧,૦૦૦ સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં કેટલાક દિવાસો સુધી અન્નસેવા ચાલુ રહેશે. રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને સુશ્રી રાધિકા મર્ચન્ટ, સુશ્રી રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ સુશ્રી રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેના આશીર્વાદ મેળવ્યા હતાં. રાત્રિભોજન બાદ ઉપસ્થિત સહુકોઈને લોકડાયરા માટે આમંત્રિત કરાયા હતાં, જ્યાં જાણિતા ગુજરાત ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતાં. અંબાણી પરિવારે સદીઓ જુની કહેવત, 'માનવ સેવા એ જ માધવ સેવા'- 'માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે'ને ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખવા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૃઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial