Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીએસઈનો ચોંકાવનારો રિપોર્ટઃ ગુજરાતમાં આ કારણે સૌથી વધુ ઘરોને નુક્સાન
નવી દિલ્હી તા. ર૯ઃ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરર્મેન્ટના રિપોર્ટ મુજબ જળવાયુ પરિવર્તને મોટી સંખ્યામાં માનવી અને પ્રાણીઓનો એક વર્ષમાં ભોગ લીધો છે.
જળવાયુ પરિવર્તનની વિપરિત અસર વૈશ્વિક સ્તરે જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે. જેના પગલે વિશ્વમાં આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ગત્ વર્ષ એટલે કે ર૦ર૩ માં દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછી એક દિવસમાં આવી ઘટના બની રહી છે. અહીં તમારે એ જાણવું જરૃરી છે કે આત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ, પૂર આવવું, વાદળ ફાટવું, વીજળી પડવી, લૂ તેમજ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા સ્ટેટ ઓફ ઈન્ડિયાના એન્વાયરર્મેન્ટના જાહેર કરાયેલ રિપોર્ટ ર૦ર૪ ના અનુસાર, વર્ષ ર૦રર માં ૩૬પ માંથી ૩૧૬ દિવસોમાં આત્યંતિક હવામાનની ઘટનાઓ બની હતી, જ્યારે ર૦ર૩ માં તેમની સંખ્યા વધીને ૩૧૮ પર પહોંચી ગઈ હતી. અલવર (નીમલી) સ્થિત અનિલ અગ્રવાલ પર્યાવરણ પ્રશિક્ષણ સંસ્થામાં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ નીતિન દેસાઈ, વરિષ્ઠ પત્રકાર ટીએન નિનાન અને સીએસઈના ડાયરેક્ટર જનરલ સુનિતા નારાયણ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આત્યંતિક હવામાનની ઘટનાઓને કારણે ૩,ર૮૭ લોકોના, ૧.ર૪ લાખ પ્રાણીઓના મોત થયા હતાં, જ્યારે ૮૬,૪૩ર ઘરોને અને ર.ર૧ મિલિયન હેક્ટર પાક વિસ્તારને ખૂબ જ નુક્સાન થયું હતું. આવા દિવસોની સૌથી વધુ સંખ્યા હિમાચલ પ્રદેશમાં ૧૪૯ નોંધાઈ હતી. ત્યારપછી મધ્યપ્રદેશમાં ૧૪૧ દિવસ અને કેરળ અને ઉત્તરપ્રદેશમાં ૧૧૯ દિવસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય આઠ રાજ્યોએ ૧૦૦ કરતા પણ વધુ દિવસો સુધી આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સતત ૧ર૮ દિવસ સુધી આવી ઘટનાઓ નોંધાઈ હતી.
આ સિવાય જો મૃત્યુની બાબત પર નજર કરવામાં આવે તો બિહાર સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં આવી ઘટનાઓમાં ૬૪ર લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હરિયાણામાં સૌથી વધુ અસરગ્રસ્ત પાક વિસ્તાર થયો હતો અને ગુજરાતમાં સૌથી વધુ ઘરોને નુક્સાન પહોંચ્યું છે. આ ઉપરાંત પંજાબમાં સૌથી વધુ પ્રાણીઓના મૃત્યુ થયા છે. અહીં એ પણ નોંધનિય છે કે ભારતમાં ર૦ર૩ માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૧રર વર્ષમાં સૌથી ગરમ મહિનાઓ રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial