Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજપના પ્રમુખે કરવી પડી રજૂઆત !!
ખંભાળીયા તા. ર૯ઃ દ્વારકા જિલ્લાના ભાણવડને ૧૯૬ર અલાયદી એનિમલ હેલ્પલાઈન એમ્બ્યુલન્સ સેવા માટે પશુપાલન મંત્રીને ભાજપ પ્રમુખે રજુઆત કરી છે.
ગુજરાત રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા પ્રાણીઓની સારવાર તથા સુશ્રુસા માટે વિનામૂલ્યે કરૃણા હેલ્પલાઈન ૧૯૬ર ની સેવા શરૃ કરવામાં આવી છે જે નિરાધાર પ્રાણી-પક્ષીઓ માટે આશીર્વાદરૃપ બની છે.
દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, ભાટીયા સહિતના વિસ્તારોમાં એનિમલ કરૃણા હેલ્પલાઈનની ૧૯૬ર ની એમ્બ્યુલન્સ સેવા તથા ડોકટરી સેવા સવારના ૮ થી સાંજના આઠ સુધી કાર્યરત છે પરંતુ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં કાર્યરત ના હોય ભાણવડ શહેર નજીક બરડો ડુંગર તથા અહીં પશુઓ પક્ષીઓ મોટી સંખ્યામાં હોય અહીં લોકોએ નિરાધાર પશુઓ પક્ષીઓ માટે ખાનગી સેવા ફરજિયાત લેવી પડે તેવું થતું હોય રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીને ભાજપ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા ભાણવડ શહેર માટે અલગ એમ્બ્યુલન્સ સાથે ૧૯૬રની સેવા ફાળવવા માટે રજુઆત કરી છે. ભાણવડમાં ગૌશાળા, એનિમલ લવર્સ ગ્રુપ તથા સેવાભાવીઓ દ્વારા પ્રાણી પક્ષીઓની સેવાઓ કરવામાં આવે છે ત્યારે ૧૯૬રની સેવા ચાલુ થાય તો અહીં નિરાધાર પ્રાણી-પક્ષીઓને ઈમરજન્સીમાં તબીબી સારવાર મળી શકે તે માટે માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial