Advertisement
Author: નોબત સમાચાર

લીંબડી પાસે એસટીની બસ તથા વોલ્વો બસ વચ્ચે અકસ્માતઃ ૧૨ને ઈજા

બાઈકચાલકને બચાવવા જતાં એસટીની બે બસ ટકરાઈઃ

અમદાવાદ તા. ૨૯ઃ રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર લીંબડી પાસે આજે બપોરે રાજકોટથી અમદાવાદ જતી ધ્રોલ ડેપોની એસટી બસ અને અમદાવાદ ડેપોથી ઉપડેલી એસટીની વોલ્વો બસ ટકરાઈ પડતા બાર મુસાફરને ઈજા થઈ છે. એક બાઈકને બચાવવા જવાના પ્રયાસમાં ઉપરોક્ત અકસ્માત સર્જાયો છે.

અમદાવાદથી આજે સવારે મુસાફરોને ભરીને રાજકોટ તરફ આવવા માટે એસટીની એક વોલ્વો બસ રવાના થઈ હતી. તે બસ જ્યારે અમદાવાદ રાજકોટ માર્ગ પર લીંબડી પાસે પહોંચી ત્યારે સામેથી આવતી એસટીની બીજી બસ સાથે  અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બંને બસમાં રહેલા કુલ પૈકીના ૧૨ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતાં લીંબડીથી ૧૦૮ની ચાર એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

અકસ્માતના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ લીંબડી પાસે એક બાઈક સવારે ધોરીમાર્ગ પર બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરતા તે બાઈક એસટીની બસ હેઠળ ચગદાઈ જતું રહી ગયું હતું. તેને બચાવવા જવાના પ્રયાસમાં રાજકોટથી અમદાવાદ જતી અને અમદાવાદથી રાજકોટ આવતી એસટી બસ ટકરાઈ પડી હતી. રાજકોટથી રવાના થયેલી અમદાવાદ માટેની બસ ધ્રોલ ડેપોની હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh