Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા. ર૯ઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝયુમર પ્રોડકટ્સ લિમિટેડે જાહેરાત કરી છે કે તેણે શ્રીલંકામાં મુખ્યમથક ધરાવતા એલિફન્ટ હાઉસ સાથે એલિફન્ટ હાઉસ બ્રાન્ડના બેવરજીસના ભારતમાં ઉત્પાદન, માર્કેટિંગ, વિતરણ અને વેચાણ માટે ભાગીદારી કરી છે.
આ જોડાણ કેમ્પા, સોસ્યો અને રાસ્કિક જેવી આઈકોનિક બ્રાન્ડ્સ ધરાવતી આર.સી.પી.એલ.ને તેના બેવરેજીસના પોર્ટફોલિયોમાં વૃદ્ધિ કરવામાં મદદ કરવા ઉપરાંત ભારતીય ગ્રાહકો માટે અસાધારણ નવા ઉત્પાદનો અને વેલ્યુ પ્રોરોઝીશન્સ પણ રજૂ કરશે. એલિફન્ટ હાઉસની માલિકી સિલોન કોલ્ડ સ્ટોર્સ પીએલસી પાસે છે, જે શ્રીલંકાના સૌથી મોટા લિસ્ટેડ સમૂહજ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ પીએલસીની પેટાકંપની છે. એલિફન્ટ હાઉસ બ્રાન્ડ હેઠળ નેકટો, ક્રીમ સોડા, ઈજીબી, ઓરેન્જ બાર્લી અને લેમોનેડ સહિતના પીણાઓની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
આ ભાગીદારી અંગે બોલતા રિલાયન્સ કન્ઝયુમર પ્રોડકટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું હતું કે, બજારમાં મજબૂત વિશ્વસનીયતા ધરાવતા એલિફન્ટ હાઉસ પાસે સમૃદ્ધ વારસો ધરાવતી આઈકોનિક બ્રાન્ડ છે. આ ભાગીદારી અમારા વધતા જતાં એફએમસીજી ગુણવત્તાયુકત ઉત્પાદનો દ્વારા શ્રેષ્ઠ પસંદગી અને વેલ્યુ પ્રપોર્શન પણ પૂરા પાડશે. અનેક સુપ્રસિદ્ધ વૈશ્વિક બ્રાન્ડસના ભારતમાં કસ્ટોડિયન હોવાને કારણે રિલાયન્સ એલિફન્ટ હાઉસની ૧પ૦ વર્ષમાં તૈયાર થયેલી સ્થાપિત કન્ઝયુમર બ્રાન્ડના વધુ વિસ્તરણ માટે સુસજ્જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial