Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનાં ખ્યાતનામ રંગકર્મી તથા અભિનેતા જય વિઠ્ઠલાણીની ચિરવિદાયથી કલા જગત શોકમય

જામનગર તા. ૨૯ઃ જામનગરનાં રંગકર્મી જય વિઠ્ઠલાણીની અણધારી વિદાયથી કલા જગતમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે સંઘર્ષ કરતા જય વિઠ્ઠલાણી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે ગઇકાલે તેમનો જીવનદીપ બુઝાઇ જતા તખ્તાનાં એક દમદાર કલાકારની વિદાયથી અંધારૃ છવાઇ ગયું હતું.

નગરની નાટ્ય સંસ્થા થિયેટર પીપલ સાથે તેમની નાટ્યયાત્રામાં અનેક પારીતોષિકો તથા પુરસ્કારો સહિતનાં મુકામોથી તેમણે અભિનય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.થિયેટર પીપલનાં સ્થાપક તથા દિગ્ગજ દિગ્દર્શક વિરલભાઇ રાચ્છ અને જય વિઠ્ઠલાણીની મિત્રતા જય-વીરૃની જોડી સમાન હતી. જેમાં કમનસીબે ફિલ્મી કથાની  જેમ જ જય એ અણધારી વિદાય લેતા કલા જગતે એક સિતારો ગુમાવ્યો છે.

જય વિઠ્ઠલાણીએ તખ્તાથી લઇ  સિલ્વર સ્ક્રીન અને ઓટીટી સુધી અભિનયનાં ઓજસ પાથર્યા હતાં. છેલ્લે તેઓ તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ 'કમઠાણ' માં ચમક્યા હતાં.

તેઓ પત્ની ખુશ્બુબહેન તથા પુત્ર દર્શને વિલાપ કરતા છોડી ગયા છે. ટીનેજર દર્શ પણ પિતાનાં પગલે ચાલી રહ્યો છે અને ફિલ્મો સહિત નાટ્ય ક્ષેત્રે અભિનયનાં ઓજસ પાથરી રહ્યો છે ત્યારે હવે તે પોતાની કલાનાં બળે પિતાનો વારસો આગળ લઇ જશે એવી આશા છે.

બહોળું મિત્ર વર્તુળ ધરાવતા  જય વિઠ્ઠલાણીની વિદાયથી નગરને પણ એક કલાશ્રેષ્ઠી ગુમાવવો પડ્યો છે અને એ વિઠ્ઠલાણી પરિવાર તથા સદ્ગતનાં સ્નેહીજનો ઉપરાંત નગર માટે પણ એક સાંસ્કૃતિક ક્ષતિ સમાન છે.

સદ્ગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા. ૧-૩-૨૦૨૪, ને શુક્રવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh