Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૯ઃ બાર બાર વર્ષથી મુખ્ય શિક્ષકના નિયમો બન્યા નહી તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક મુખ્ય શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું છે. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારા માટે તત્કાલીત મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ર૦૧ર માં મુખ્યશિક્ષકની કેડર બનાવવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષક દ્વારા આચાર્યની જેમ શિક્ષણની ગુણવત્તામાં સુધારો તથા શિક્ષણના વિકાસ તથા વિદ્યાર્થી અભિલક્ષી કામગીરી થઈ રહી છે ત્યારે બાર બાર વર્ષ થઈ જવા છતાં પણ આ કેડરમાં બદલી, બઢતી, ઈજાફા સહિતના અગત્યના નિયમો જાહેર ના થતા મુખ્ય શિક્ષકો જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેમનામાં ભારોભાર અસંતોષ ફેલાયો છે. મુખ્ય શિક્ષક પ્રાથમિકની કેડરના તમામ નિયમો વહેલી તકે જાહેર કરવાની માંગ સાથે જિલ્લા પ્રમુખ રામભાઈ ચાવડા મહામંત્રી નગાભાઈ રાવલીયાની આગેવાનીમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બેનર સાથે રેલી કાઢીને જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial