Advertisement
Author: નોબત સમાચાર

ધુતારપરના ખેડૂતને ચેક પરતના કેસ અન્વયે એક વર્ષની કેદની અપાઈ સજા

રૃા.પ લાખ દંડપેટે ભરવા અદાલતનો આદેશઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના એક આસામી પાસેથી રૃા.૫ લાખ હાથઉછીના મેળવી ધુતારપરના ખેડૂતે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારાયો છે.

જામનગરના ખોડિયાર પાર્કમાં રહેતા રસીકભાઈ બાબુભાઈ અજુડીયા પાસેથી જામનગર તાલુકાના ધુતારપર ગામના ખેડૂત મિતુલ ગોરધન ભાઈ હરસોંડાએ રૃા.પ લાખ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા રસીકભાઈએ નોટીસ પાઠવ્યા પછી જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મિતુલ ગોરધનભાઈને એક વર્ષની કેદની સજા અને રૃા.૫ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh