Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમાં સંખ્યા ઘટી જતા સુખુ સરકાર સંકટમાં?
શિમલા તા. ર૯ઃ હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે વ્હીપનો ભંગ કરીને ક્રોસ વોટીંગ કરનાર ૬ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.
તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટીંગ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાના સ્પીકરે તમામ ૬ ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરી દીધું છે. તેમના પર પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. વિધાનસભાના સ્પીકર કુલદીપ પઠાનિયાએ આ માહિતી આપી હતી.
કોંગ્રેસના ૬ બળવાખોર ધારાસભ્યો અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર સ્પીકરે લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો. આ જનાદેશનું અપમાન હતું. અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોના રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, દેવેન્દ્ર સિંહ ભુટ્ટો, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા અને રવિ ઠાકુરનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશમાં બળવાખોર ધારાસભ્યોની સભ્ય પદ રદ થયા બાદ હવે મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુકખુનું સંકટ ઘટશે ? હવે ૬૮ સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો બદલાઈ ગયો છે. હવે છ ધારાસભ્યોના સભ્યપદ રદ થયા બાદ ગૃહમાં ૬ર સભ્યો રહ્યા છે અને સરકારને બહુમત માટે ૩ર ધારાસભ્યોની જરૃર છે. જ્યારે કોંગ્રેસ પાસે હવે ૩૪ ધારાસભ્યો બાકી છે. ભાજપ પાસે રપ ધારાસભ્યો છે અને તેને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું છે. કોંગ્રેસ પાસે હજુ સંખ્યાબળની તાકાત છે એવું લાગી રહ્યું છે, પરંતુ કોંગ્રેસની માટે મુશ્કેલી પાર્ટીમાં જૂથવાદ છે. વિરોધ પક્ષના સૌથી મોટા નેતા વિક્રમાદિત્ય ખુલ્લેઆમ સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીમાં એવા ઘણાં ધારાસભ્યો છે જેઓ વીરભદ્રસિંહ પરિવાર સાથે છે, ભલે તેમણે રાજ્યસભામાં ક્રોસ વોટિંગ ન કર્યું હોય
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial