Advertisement
Author: નોબત સમાચાર

બેટદ્વારકામાં નિર્માણ થશે અદ્યતન બસ સ્ટેશન

દ્વારકાથી બેટદ્વારકા જવા માટે દર કલાકે એસ.ટી. બસની સેવા શરૃઃ

ખંભાળિયા તા. ર૯ઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી તે પછી લોકોની સગવડો વધારવા રાજ્ય સરકાર દ્વારા અનેક નિર્ણય સાથે નવી સેવાઓ શરૃ કરવામાં આવી છે.

બેટદ્વારકામાં અદ્યતન નવું બસ સ્ટેશન

બેટદ્વારકામાં એસ.ટી. વિભાગ દ્વારા અદ્યતન નવું બસ સ્ટેશન બનાવવાનું ટૂંક સમયમાં શરૃ કરાશે. જેની મંજુરી પણ અપાઈ ગઈ છે. સુદર્શન સેતુ જવા લોકોની ભીડ થનાર હોય લોકો સામાન્યજન પણ ત્યાં જઈ શકે અને સારી સગવડ મળે તે માટે બસ સ્ટેશન આધુનિક સવલતવાળું શરૃ થશે. રાજ્યના મુખ્યમંત્રી તથા વાહનવ્યવહાર મંત્રી દ્વારા દ્વારકાથી દર કલાકે બેટ જવા એસ.ટી. બસ શરૃ કરવામાં આવી છે. આ ઉપરાંત બે મોટા બસ રૃટો માણસા-બેટ અને અમરેલી-બેટ શરૃ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ચોટીલા, જામનગર, ખંભાળિયા, ધ્રોળ, દ્વારકાને બેટ સાથે જોડાશે તો અમરેલી આટકોટ સહિતના વિસ્તારો પણ બેટ સાથે જોડાશે તથા ટૂંક સમયમાં બીજા બસ રૃટો પણ શરૃ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh