Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી સંદેશ ખાલી હિંસા અને ઈડી પર હુમલાનો ફરાર મુખ્ય આરોપી પપ દિવસે દબોચાયોઃ
કોલકાતા તા. ર૯ઃ કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી સંદેશખાલી હિંસા અને ઈડી પર હુમલાનો મુખ્ય આરોપી શાહજ્હાં શેખની પપ દિવસ પછી પોલીસે ધરપકડ કરી છે અને તેને બસીરહાટ કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી ટીએમસી નેતા શેખ શાહજ્હાંની પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે સવારે ઉત્તર ર૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો છે. તે પપ દિવસથી ફરાર હતો. આજે તેને બસિરહાટ કોર્ટમાં હાજર કરાયો ત્યારે ચહેરા પર કોઈ ભય નહોતો, શરમ નહોતી, વટથી હાજર થયો ને વિક્ટ્રી સાઈનમાં હાથ હલાવ્યો. શાહજ્હાં શેખના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આ પહેલા ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે શાહજ્હાં શેખને મંગળવારે રાત્રે પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને ત્યારથી તે પોલીસની સલામત કસ્ટડીમાં છે. તેને બરમાજુર ગ્રામ પંચાયતમાંથી લાવવામાં આવ્યો હતો. આ દાવા પર ટીએમસી નેતા શાંતનુ સેને કહ્યું કે, સમાચારમાં રહેવા માટે શુભેન્દુ આવા દાવા કરે છે, જે ખોટા છે.
સંદેશખાલીમાં શેખ કાશહજ્હાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર સહિત ૧૮ લોકોની ધરપકડ કરી છે.
શાહજ્હાં શેખ ટીએમસીના જિલ્લ્ સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં ઈ.ડી.એ પ જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતાં. ત્યારપછી શાહજ્હાંના ર૦૦ થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજ્હાં શેખ ફરાર હતો.
પ જાન્યુઆરીએ ઈડીની ટીમ સંદેશખાલીમાં શેખ શાહજ્હાંના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ત્યારપછી ટોળાએ ટીમ પર હુમલો કર્યો, જેમાં ઈડી અધિકારી ઘાયલ થયા હ તાં.
શાહજ્હાં શેખની ધરપકડ પર કોલકાતા હાઈકોર્ટે સોમવારે ફરી રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસ ટી.એમ. શિવજ્ઞાનમે આદેશ આપ્યો હતો કે પોલીસ તમામ સંજોગોમાં આગામી સુનાવણીમાં શાહજ્હાંને કોર્ટમાં રજૂ કરે. તેની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, સંદેશખાલીમાં અત્યાચારની ઘટનાઓ વિશે ૪ વર્ષ પહેલા પોલીસને જાણ કરવામાં આવી હતી. યૌન ઉત્પીડન સહિતના ૪ર કેસ છે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, ૪ માર્ચે સુનાવણીમાં સીબીઆઈ, ઈ.ડી., શાહજ્હાં શેખ, પોલીસ અધિક્ષક અને બંગાળ સરકારના પ્રતિનિધિઓ કોર્ટમાં હાજર રહે.
રવિવારે જ્યારે બંગાળ સરકારના બે મંત્રી પાર્થ ભૌમિક અને સુજિત બસુ સંદેશખાલીના હાલદારપાડા પહોંચ્યા ત્યારે મહિલાઓએ તેમના પર આક્રોશ ઠાલવ્યો હતો. નોર્થ ર૪ પરગના જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓએ ટીએમસી નેતા શેખ શાહજ્હાં અને તેમના સમર્થકો પર જાતિય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓએ દેખાવો કર્યા હતાં. તેમણે આરોપીઓની ધરપકડની માંગ કરી હતી.
ઈ.ડી.એ રાજ્યમાં ૧પ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. ઉત્તર ર૪ પરગના જિલ્લાની ટીમ સંદેશખાલી ગામમાં શેખ શાહજ્હાં અને શંકર આધ્યાના ઘરે પણ દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતાં. ત્યારથી શાહજ્હાં ફરાર હતો. શેખ શાહજ્હાં વિરૃદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી હતી.
આરોપી શાહજ્હાં સંદેશખાલીમાં ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નથી. ર૦૦૦-ર૦૦૧ માં તેઓ ફિશરીઝ સેન્ટરમાં મજૂર હતો. શાકભાજી પણ વેંચી, ત્યારપછી તેણે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવાનું શરૃ કર્યું. અહીં જ તેણે મજૂર સંઘની રચના કરી હતી. પછી સીપીએમમાં જોડાયો. જ્યારે સિંગુર નંદીગ્રામ ચળવળોમાં ડાબેરી પક્ષોએ મેદાન ગુમાવ્યું, ત્યારે ર૦૧ર માં તે તત્કાલિન તૃણમુલ મહાસચિવ મુકુલ રોય અને ઉત્તર ર૪ પરગણા જિલ્લાના શક્તિશાળી નેતા જ્યોતિપ્રી મલિકના સમર્થનથી પાર્ટીમાં જોડાયો. મલિક રાશન કૌભાંડના એ જ કેસમાં જેલમાં છે જેમાં એન્ફોર્સમેન્ટ ડિકેટોરેડ શાહજ્હાંને શોધી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે શાહજ્હાં પાસે સેંકડો મત્સ્ય ઉછેર કેન્દ્રો, ઈંટોના ભઠ્ઠાઓ, સેંકડો એકર જમીન હતી. તેઓ ર થી ૪ હજાર કરોડ રૃપિયાની સંપત્તિનો માલિક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial