Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબીયત લથડતા નવા મોખાણાના પ્રૌઢ પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૯ઃ જામજોધપુરના વનાણા ગામમાં એક ખેડૂતને તાવ આવી ગયા પછી તેઓ બેશુદ્ધ બન્યા હતા. આ ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે. જયારે નવા મોખાણા ગામમાં તબીયત લથડતા એક પ્રૌઢનું મૃત્યુ થયુંં છે. પોલીસે અપમૃત્યુના બંને બનાવની તપાસ હાથ ધરી છે.
જામજોધ૫ુર તાલુકાના વનાણા ગામના પોપટભાઈ રામાભાઈ વસરા (ઉ.વ.૫૦) નામના ખેડૂત મંગળવારે સવારે નવેક વાગ્યે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે તાવ ચડવા લાગતા તેઓ બેશુદ્ધ બની ગયા હતા.
સારવાર માટે નજીકના દવાખાને અને ત્યાંથી જામનગર સ્થિત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા પોપટભાઈ વસરાનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. લક્ષ્મીબેન નયનભાઈ પીંડારીયાએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં રહેતા હમીરભાઈ ડાયાભાઈ ધ્રુવ (ઉ.વ.૫૬) નામના પ્રૌઢની સોમવારે તબીયત લથડતા ૧૦૮ મારફત તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર કિશોરભાઈએ પોલીસને જણાવ્યું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial