Advertisement
Author: નોબત સમાચાર

મધ્યપ્રદેશના ડીંડોરીમાં ગમખ્વાર દુર્ઘટનામાં ૧૪ના મોત

પીકઅપ વાહને પલ્ટી મારતા થયો અકસ્માતઃ

ભોપાલ તા. ૨૯ઃ મધ્યપ્રદેશના ડીંડોરી નજીક પીકઅપ વાહને પલ્ટી મારતા ૧૪ના મોત થયા છે અને ૨૦ ઘાયલ થયા છે. એમ.પી.ના સીએમએ મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશના ડીંડોરીમાં પીકઅપ વાહન પલ્ટી જતાં ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર શાહપુરામાં દાખલ કરવામાં આવ્યા છે. ગાડીમાં ૩૫ જેટલા લોકો સવાર હતા.

ગુરૃવારે સવારે ૩થી ૪ વાગ્યાની વચ્ચે બીચીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. મૃતકોમાં ૬ પુરૃષ અને ૮ મહિલાઓનો સમાવેશ થાય છે. અધિક પોલીસ અધિક્ષક  જગન્નાથ માર્કમના જણાવ્યા અનુસાર, ગ્રામીણો કાર્યક્રમ માટે અમાહી દેવરી ગામથી મંડલા જિલ્લાના મસુર ઘુગરી ગામ ચોકમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પીકઅપ એમપી-૨૦-જીબી ૪૧૪૬ બેકાબુ બનીને પલ્ટી મારી ૨૦ ફૂટ નીચે ખેતરમાં પડી ગયું હતું.

ઘટનાની માહિતી મળતા કલેક્ટર વિકાસ મિશ્રા અને એસપી અખિલ પટેલ શાહપુરા હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે અજમેર ટેકામના રહેવાસી પીકઅપ માલિક કરોંદીને કસ્ટડીમાં લીધો છે. અધિક પોલીસ  અધિક્ષક જગન્નાથ મર્કામે જણાવ્યું કે પીકઅપ અમાહી દેવરી ગામથી માંડલા જિલ્લાના મસુર ઘુઘરી ગામ ગઈ હતી. પરત ફરતી વખતે પીકઅપ પલ્ટી મારીને ૨૦ ફૂટ ખેતરમાં ખાબકી હતી.

વાહનનો વીમો અને ફીટનેસ એક્સપાયર થઈ ગઈ હતી. પીકઅપ વાહનનો ઉપયોગ માલ સામાન લઈ જવા માટે કરવામાં આવે છે. તેમાં મુસાફરોને લઈ જવાની મંજુરી હોતી નથી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યાે છે. એમપીના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે મૃતકોના પરિવારોને ૪-૪ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રી સંપતીયા ઉઈકે શાહપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘાયલોને મળ્યા હતા. આ તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી અને તેમને સરકારી સહાયની ખાતરી આપી. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે શોક વ્યકત કર્યાે અને દરેકને ૪ લાખ રૃપિયાની સહાયની જાહેરાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh