Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠકઃ
જામનગર તા. ર૯ઃ સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જામનગર શહેરમાં મિલેટ એક્ષ્પોના આયોજન અંગેની સૂચના થઈ આવતા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આગામી તા.૧ થી ૩ માર્ચ સુધી મહાનગરપાલિકા મેદાન, શ્રીજી હોલ પાછળ, ઓશવાળ-૩, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જામનગરમાં મિલેટ એક્ષ્પોનું આયોજન હાથ ધરેલ છે. જે કાર્યક્રમ સુચારૃ રીતે યોજાય તેમજ તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યક્રમને અનુરૃપ વ્યવસ્થાઓ જાળવવા તથા મિલેટ અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે પ્રકારે સમગ્ર આયોજન હાથ ધરવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આગામસી સમયમાં યોજાનાર આ કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઈવ ફૂડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઈટ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ વગેરે મળી કુલ ચાલીસ જેટલા સ્ટોલનું આયોજન કરાયેલ છે. સાથે સાથે સદર કાર્યક્રમમાં રંગારંગ સાંસ્કૃતિક તથા લોક સાહિત્યના કાર્યક્રમોને પણ આવરી લેવામાં આવ્યા છે. સ્થળ ઉપર લોકોને મિલેટના પાકોની માહિતી મળી રહે તે હેતુથી કૃષિ યુનિવર્સિટી તથા આયુર્વેદ વિભાગના સ્ટોલનું પણ વિશેષ રૃપે આયોજન કરાયેલ છે.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલ, નાયબ ખેતીવાડી અધિકારી બી.એમ. આગઠ, કૃષિ વૈજ્ઞાનિક ડો. કે.ડી.મુંગરા, આઈસીડીએસ પ્રોગામ ઓફિસર બિનલબેન સુથાર તથા એ.પી.જોશી, આયુર્વેદ મેડિકલ ઓફિસર જે.પી. સોનાગરા, મદદનીશ ખેતી નિયામક એમ.એન.પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial