Advertisement
Author: નોબત સમાચાર

તબિયત સંપૂર્ણ સ્વસ્થ થતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને ૧૭ દિવસે હોસ્પિટલમાંથી રજા અપાઈ

જામનગર તા. ર૯ઃ રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્યને ૧૭ દિવસની સારવારના અંતે આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને આરામ કરવા નિવાસસ્થાને જઈ રહ્યા છે.

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ગત્ તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૪ ના બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. આથી પ્રથમ જામનગરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા પછી વધુ સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થતા આજે ૧૭ દિવસની સારવારના અંતે રજા આપવામાં આવી છે, અને હવે તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી હોવાથી તેઓ પોતાના ગાંધીનગરના નિવાસસ્થાને રવાના થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh