Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાજિક ન્યાય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૨૬: કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજના હેઠળ ડોન્ડી નદી સુધી પાઈપલાઈન લંબાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં કાલાવડ તાલુકાના આણંદપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહભાગી થયા હતાં. રૂા. ૩.૪૮ કરોડના ખર્ચે ફીડર લાઈનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે.
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપુર ગામેથી સૌની યોજના લિંક-૩ના પેકેજ ૧૦ હેઠળ પાઈપલાઈનને ડોન્ડી નદી સુધી લંબાવવાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા પણ સહભાગી થયા હતાં. ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઈનની કામગીરી આશરે રૂા. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત આણંદપુર ગામમાં રપ૧૧ મીટરની પ૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઈપલાઈન નાખવામાં આવશે. ફીડર લાઈનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને તથા રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકાના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૧૧૬.પ૮ લાખના ખર્ચે ૧૯ ચેકડેમો અને તળાવોના મરામતના કામો થયેલ છે. ૩ર જેટલા ગામોમાં આશરે ર૦૦૦ એમસીએફટી પાણી વિતરણ કરી ચેકડેમો અને તળાવો ભરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મનહરભાઈ બાબરીયા, રાજકોટ, સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રેયસ હરદેયા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નાયબ ઈજનેર હાર્દિક પીપળીયા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial