Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા ભરવાડ સમાજના વડપણ હેઠળ વિજ્યાદશમીની ઉજવણીઃ સન્માન સમારોહ યોજાયો

મચ્છુબેરાજામાં મચ્છુ માતાજીના સાંનિધ્યમાં આયોજનઃ

જામનગર તા. ૨૬: જામનગર જિલ્લાના મચ્છુબેરાજા ગામે મચ્છુ માતાજીના પાવન સાંનિધ્યમાં વિજ્યાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફક્ત ભુવાશ્રીની આગેવાની હેઠળ માતાજીનો હવન, ધ્વજાઆરોહણ, બાળકોના નામ વિગેરે કાર્યક્રમો યોજાયા હતાં.

આ તકે આયોજીત સન્માન સમારંભમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર જિલ્લામાંથી જુદા જુદા વિભાગોમાં નિમણૂક પામનારા જ્ઞાતિના ૧પ જેટલા કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જામનગર જિલ્લા ભરવાડ સમાજના વડપણ હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાની હાજરીમાં આહિર સમાજના અગ્રણી પાલાભાઈ કરમુરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના ભાઈઓ-બહેનોને વૃક્ષોના જતન અંગે સામૂહિક શપથ લેવડાવ્યા હતાં.

ગમારા પરિવાર-લાલપુરના અગ્રણીઓ દેવશીભાઈ ગમારા, રમેશભાઈ ગમારા, ચોથાભાઈ ગમારા, ફકિરભાઈ ગમારા, ખીમાભાઈ ગમારા, લાલાભાઈ ગમારા તેમજ સમગ્ર લાલપુરના ગમારા પરિવારના સભ્યોએ ભોજન-પ્રસાદી સહિતની વ્યવસ્થા સંભાળી હતી. વિરમભાઈ વકાતર (મે. ટ્રસ્ટી, જામનગર જિલ્લા ભરવાડ સમાજ) ના માર્ગદર્શન હેઠળ ધીરૂભાઈ બાંભવા, વિરમભાઈ બાંભવા, પરેશભાઈ ટોરિયા (ગૃહપતિ), દેવશીભાઈ બાંભવા વિગેરેએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ તકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા પં. પ્રમુખ મયબેન ગરસર, ગિરીશભાઈ ગલચર, ભરવાડ સમાજમાંથી રાજ્ય સરકારમાં ફરજ પરના અધિકારીઓમાં અજય ઝાપડા (ડે. કમિશનર, જૂનાગઢ મહાનગર પાલિકા), ડો. અજયભાઈ વકાતર (મેડિકલ ઓફિસર-જામનગર), સામાજિક અગ્રણીઓ કરણભાઈ ઝુંઝા, મચ્છાભાઈ ઠુંગા, સુરેશભાઈ બાંભવા, વિજયભાઈ-ઠંગા, નાગજીભાઈ ઝાપડા, લખમણભાઈ છાટકા, રમેશભાઈ ટોયટા વગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh