Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિ.પં. પ્રમુખ, મેયર તથા મહાનુભાવોએ કર્યુ શ્રમદાન
જામનગર તા. ૨૬: જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર તથા મેયર વિનોદભાઈ ખીમસૂર્યાની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે શ્રમદાન કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે જુદી જુદી શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા તથા ગ્રામ પંચાયતોને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાઈ હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર તથા મેયર વિનોદભાઈ ખીમસૂર્યાની ઉપસ્થિતિમાં લેઉવા પટેલ સમાજ જામનગરમાં બીજી ઓક્ટોબર-પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરુપે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી હતી. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા સાથે ઉજવાયેલ આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન વિવિધ સ્થળોની સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા, આ સાથે જિલ્લાના સફાઈકર્મીઓને આરોગ્ય કેમ્પનું આયોજન કરી તેમને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ પખવાડિયા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૯૦૦થી વધુ કાર્યક્રમો યોજી લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા. આ પખવાડિયા દરમિયાન જિલ્લામાં લોકોએ શ્રમદાન કરી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો.
આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ, ગ્રામ પંચાયતો, સ્વચ્છતા કર્મીઓ, ધાર્મીક સંસ્થાના પ્રતિનિધિ, સામાજિક સંસ્થાઓ, કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને પણ નિહાળવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીદેવભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શાશક પક્ષ નેતા આશિષ જોશી, એ.પી.એમ.સી. ડાયરેક્ટર મુકુંદ સભાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ગ્રામ્ય પ્રાંત અધિકારી કાલરીયા,સેનેટરી કમિટીના ચેરમેન જશુબા ઝાલા, આગેવાન રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણીયા, ઇ.ચા. કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા, સ્વચ્છ ભારત મિશનના ડી.સી. વી.બી. ગૌસ્વામી સહિત કોર્પોરેટરો જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ કહ્યું: અભિયાન કાગળ પર ન હોવું જોઈએ !!
કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યાએ જણાવ્યું કે સરકારના પ્રયાસોને કારણે જનભાગીદારીથી હાથ ધરાયેલ સ્વચ્છતા અભીયાન ફકત કાગળ પર ન રહેતા ખરા અર્થમાં જન અભિયાન બન્યું છે.રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતાને સૌએ આદત તરીકે કેળવવી પડશે.જો આપણી રોજિંદી વિચારધારામાં સફાઈને વણી લેવામાં આવશે તો આપોઆપ ગામ અને શહેર સ્વચ્છ બની જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial