Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરની ભાગોળે આવેલા વિભાપર ગામમાં કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા ૧૬ વર્ષથી ગૌ સેવાની સાથે સાથે સમાજ સેવાનું આ ભગીરથ કાર્ય કરે છે, અને આ વખતે વિભાપર ગામમાં સંઘના વિચારોથી ચાલતી વિદ્યાભારતીની શ્રી સરસ્વતી શિશુમંદિરના સંયુકત ઉપક્રમે અને બંને દ્વારા ચલાવવામાં આવતા સત્કાર્યોના લાભાર્થે ફટાકડાના મહાસેલનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર વિભાપર ગામના ઉદ્યોગકારો-ખેડૂતો-સહિતના ૨૫૦ થી વધુ કાર્યકરો ગાયો માટેના સેવાયજ્ઞમાં ઉત્સાહભેર પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ જોડાયા છે, અને આર્થિક રીતે સમૃદ્ધ એવા ટ્રસ્ટના હોદ્દેદારો પણ શ્રમિક જેવી સેવા આપે છે. ઉપરાંત ગ્રાહકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે જ કરવામાં આવે છે. એટલે કે આ સમગ્ર આયોજન ગૌ માતાની સેવા ઉપરાંત સત્કાર-લાભ અને સેવાનો ત્રિવેણી સંગમ બની રહે છે.
ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલના આયોજન માટે ગૌશાળાના ટ્રસ્ટી અને વ્યવસ્થાપક એવા ઉપરાંત આ ભગીરથ કાર્યના પ્રણેતા અને આ કાર્યના મુખ્ય સંચાલક એવા નવનીતભાઈ પણસારા (ગોલ્ડ સ્ટાર બેટરી), સંજયભાઈ પણસારા, વિનુભાઈ દોમડીયા, પ્રવિણભાઈ મોલીયા, નીતિનભાઈ દોમડીયા, ભરતભાઈ મોલીયા સહિતના સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
આ વર્ષે સરસ્વતી શિશુ મંદિર વતી હર્ષદભાઈ પણસારા, અરવિંદભાઈ પણસારા, કેતનભાઈ બોરસદીયા, નીતિનભાઈ ધોલરીયા, ભાણજીભાઈ પાંભર વગેરે સેવાયજ્ઞમાં જોડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial