Advertisement
Author: નોબત સમાચાર

ખેતરમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થઈ જતાં યુવાનનું થયું મૃત્યુ

મૃતકના ભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:

જામનગર તા. ૨૬: ખંભાળિયાના ચુડેશ્વર ગામમાં રહેતા એક યુવાન પોતાના ખેતરમાં કપાસના પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે દવાની અસર થઈ જતાં દવાખાને ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના રહેવાસી હકુભા મૂળુજી ચાવડા (ઉ.વ.ર૮) નામના ખેડૂત ગયા બુધવારે રાત્રે પોતાના ખેતરે ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતા હતા.

આ વેળાએ તેઓને દવાની ઝેરી અસર થઈ જતાં સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા પછી તેઓને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. મૃતકના ભાઈ ઘોઘુભા મૂળુજીએ પોલીસને વાકેફ કરી છે. મૃતક યુવાન અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh