Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકાર સમક્ષ શિક્ષણ સંઘો-મંડળોએ નોંધાવ્યો વિરોધ
ખંભાળીયા તા. ૨૬: ગુજરાત રાજ્યમાં શાળાઓમાં હાલ શિષ્યવૃત્તિના સંદર્ભમાં ઈકેવાયસીની કામગીરી ચાલુ હોય તથા અનેક શાળાઓમાં ઈ-કેવાયસી બાકી હોય રાજ્ય સરકાર દ્વારા તા. ૨૬-૧૦-૨૪ ની દીવાળી વેકેશન જાહેર કર્યું છે. જયારે જે શાળાઓમાં ઈ-કેવાયસીની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ ના થઈ હોય તે શાળાના શિક્ષકો સ્ટાફને દીવાળી વેકેશન નહીં મળે તેવો આદેશ કરતા સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ ઉટ્યો છે.
સરકારના નિયમ મુજબ ચૂંટણી કે આપતકાલીન સ્થિતિ સિવાય શિક્ષકો સ્ટાફને વેકેશન રજા ભોગાવતા અટકાવી શકાય નહીં. ઈકેવાયસીનું કામ શિષ્યવૃત્તિનું કામ શિક્ષકો શાળાનું નથી તેમણે વાલીઓને માર્ગદર્શન આપવાનું હોય. ઈ-કેવાયસી શિષ્યવૃત્તિના કામમાં સર્વર ડાઉન તથા ટેકનિકલ ક્ષતિઓની વારંવાર મોડું થતાં કામ બાકી રહી જતું હોય કામગીરીમાં વિલંબ થયો છે. સરકારનો આ પ્રકારનો નિર્ણય અયોગ્ય ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, આચાર્ય સંઘ, અન્ય શૈક્ષણિક સંઘોના હોદ્દેદારોએ રાજ્યના શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial