Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીની કાર્યશૈલીનું ઉમદા ઉદાહરણ
દ્વારકા તા. ૨૬: મુખ્યમંત્રીની કાર્યશૈલીનું ઉમદા ઉદાહરણ મળ્યું છે. દ્વારકાની દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર પદે હિમાંશુ ચૌહાણની કાયમી નિમણૂક થઈ છે.
ભારતના મુખ્ય યાત્રાધામ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર તરીકે ગુજરાત રાજ્ય સરકારે મહેસુલી વિભાગ હસ્તકના નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા બે દાયકા આસપાસથી આ જગ્યા ઉપર પ્રાન્ત ઓફિસર પાસે ચાર્જ રહેતો હતો જેના કારણે દ્વારકાધીશ મંદિરના રેગ્યુલર વહીવટ અને વિકાસ બાબતની ગતિને અસર પડતી હતી વર્ષોની આ સમસ્યા માટે રાજ્યના કાર્યશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ યોગ્ય નિર્ણય કરવાના સમાચાર થતા પૂજારી પરિવાર અને મંદિર સેવા પૂજા સાથે સંકળાયેલા વર્ગમાં ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા થઈ રહી છે.
લગભગ બે દાયકા પૂર્વે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર પદે મહેસુલી વિભાગના મામલતદાર કક્ષાના અધિકારીને સત્તા આપવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકારે આ જગ્યાને અપગ્રેડ કરી નાયબ કલેકટર કક્ષાથી કરી હતી. સમિતિના ઈન્ચાર્જ તરીકે સત્તા સુકાન સંભાળે છે પ્રથમથી જ ઈન્ચાર્જ અધિકારી એ જ સતા સુકાન સંભાળ્યું હતું જેના કારણે મંદિરના વહીવટ અને વિકાસ માટે અધિકારી પૂરતો સમય ફાળવી શકતા ન હતાં.
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ કરી હતી રજુઆત
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના યુવા ઉત્સાહિત ઉપાધ્યક્ષ દ્વારકાધીશ મંદિરના વિકાસ અને વહીવટ માટે ધનરાજ નથવાણી ઉત્સુક છે તેમના દ્વારા વિકાસ અને વહીવટને વધુ ગતિશીલ બનાવવા દરેક વખતે રાજ્ય સરકારમાં રજુઆતો કરી હતી ઉપરાંત હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ વહીવટદારની કાયમી જગ્યામાં અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial