Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૈસા કમાવવાનું કહેતા પતિએ માર માર્યાની ફરિયાદઃ
જામનગર તા. ૨૬: ઓખામંડળના આરંભડામાં એક મહિલાને પતિના બીજા મહિલા સાથેના સંબંધની જાણ થતાં થયેલી બોલાચાલી પછી ચાર મહિલાએ તેણીને ધોકાવી નાખી છે. જ્યારે પેસેન્જર બેસાડવાની બાબતે આરંભડાના રિક્ષા ડ્રાઈવરને દ્વારકામાં એક શખ્સે કડુ ફટકાર્યું હતું. ઉપરાંત પતિને પૈસા કમાવવાનું કહેતા પત્નીને ત્રણ સાસરિયાએ માર મારી ગાળો ભાંડી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં વીરપુરધામ સોસાયટીમાં રહેતા પુનીતાબેન પ્રવીણભાઈ નાયાણી ઉર્ફે મીનાબેન નામના મહિલા પર ગુરૂવારે સવારે ત્યાં જ રહેતા પ્રફુલાબેન, હર્ષિદાબેન, મનિષાબેન, ધનવાઈબેન નામના ચાર મહિલાએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પુનીતાબેનને મ્હોં પર વિખોડીયા ભર્યા હતા. મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે. જેમાં જણાવાયા મુજબ પુનીતાબેનના પતિ પ્રવીણભાઈ ને એક મહિલા સાથે સંબંધ હોવાની બાબતે બોલાચાલી થયા પછી ઉપરોક્ત ચાર મહિલાએ પુનીતાબેનને માર માર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
દ્વારકા શહેરમાં હુસેની ચોકમાં રહેતા અને રિક્ષાનું ડ્રાઈવીંગ કરતા શાબીર ઈશા ઉઢા નામના યુવાનને જોધાભા માણેક ચોકમાં મુસાફર બેસાડવા બાબતે બોલાચાલી થતાં દ્વારકાના કાના ગઢવી નામના શખ્સે ગાળો ભાંડી હાથમાં પહેરેલા કડાથી માથામાં માર માર્યાે હતો.
દ્વારકા તાલુકાના વરવાળા ગામના વાડી વિસ્તારમાં રહેતા સમીમબેન હમીદભાઈ નાયાણી નામના પરિણીતાને ગયા મંગળવારે સવારે પતિ હમીદ ફકીરાભાઈ નાયાણી, અસલમ ફકીરાભાઈ તથા સાયરાબેન ફકીરાભાઈ નાયાણીએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત ધક્કો મારીને પછાડી દીધા હતા. આ મહિલાએ પોતાના પતિ હમીદભાઈને પૈસા કમાવવાનંુ કહેતા મામલો બીચક્યો હતો. પોલીસે તેણીની ફરિયાદ પરથી પતિ, સાસુ, દિયર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial