Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હકારાત્મક અભિગમ સાથે પ્રશ્નો ઉકેલવાનો અભિગમ
જામનગર તા. ર૬: કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારોના પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગરમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલા ૧૦ જેટલી અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.
જિલ્લા કલેકટર કચેરીમાં યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી, સાથે સાથે જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારોના પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રયાસો કર્યા હતાં.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે રસ્તા પરના દબાણો હટાવવા, ખામીયુકત વીજ મીટર બદલવા, પાર્કિંગ સમસ્યા, વિન્ડ ફાર્મ કંપની દ્વારા ખેતરમાં નંખાયેલ વીજ લાઈન દૂર કરવા, હોમલોન અંગેની સબસીડી જમા ન થવા શહેરમાં આવેલ નો હોકર્સ ઝોનમાં ગેરકાયદે લારી તથા પાથરણાઓ દૂર કરવા વગેરે જેવા પ્રશ્નોને કલેકટરએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરીત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી. અરજદારોએ પણ કલેકટર સમક્ષ કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યકત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યકત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ, મહાનગરપાલિકા, શિક્ષણ, પીજીવીસીએલ, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી તાલુકાના અરજદારો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial