Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન પર ઈઝરાયેલનો ભીષણ બોમ્બમારો

ઈઝરાયેલે કહ્યું 'બદલો લીધો': અમેરિકાની ઈરાનને તીખી ચેતવણીઃ ઈરાને એરસ્પેસ કરી બંધ

તેલઅવીવ/તહેરાન તા. ર૬: ઈરાન પર ઈઝરાયેલે બોમ્બમારો કરીને બદલો લીધો હોવાની પ્રતિક્રિયા આપ્યા પછી યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે, તો અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપી છે.

ઈઝરાયેલે આજે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ મામલે ઈઝરાયેલની સેનાએ પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા અનુસાર, 'આ હુમલો પહેલી ઓક્ટોબરે ઈરાની મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. અમારૂ મિશન પૂરૃં થયું.'

ઈઝરાયેલના હુમલા પછી ઈરાને એરસ્પેસ બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાકે પણ તેની ફ્લાઈસ રદ્ કરી છે. આ હુમલાઓએ બે કટ્ટર દુશ્મનો વચ્ચે સર્વત્ર યુદ્ધનો ખતરો વધુ વધ્યો છે.

નોંધનિય છે કે, પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જુથો-ગાઝામાં હમાસ અને લબનોનમાં હિઝબુલ્લાહ-ઈઝરાયેલ સાથે પહેલેથી જ યુદ્ધમાં ચાલી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વમાં સમજુતી અને શાંતિના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયેલ પહોંચ્યા છે.

ઈઝરાયેલના હુમલા પછી અમેરિકાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાએ કહ્યું કે ઈરાન પર ઈઝરાયેલના હુમલા પછી બન્ને દુશ્મન દેશોની વચ્ચે સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. સાથે જ અમેરિકાએ તહેરાનને તીખી ચેતવણી આપી છે કે તે ઈઝરાયેલ વિરૂદ્ધ કોઈ વળતો હુમલો ન કરે.

અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી હિસાબ બરાબર થઈ ચૂક્યો છે. હવે બન્ને દુશ્મન દેશોની વચ્ચે પ્રત્યક્ષ સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. અમેરિકાએ ઈરાનને હવે ઈઝરાયેલ પર જવાબી હુમલા કરવા પર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી મીડિયામાં આ સમાચાર ચાલી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના તંત્રને લાગે છે કે ઈઝરાયેલી અભિયાન ઉપરાંત હવે બન્ને દેશોની વચ્ચે સીધા સૈન્ય હુમલા બંધ થવા જોઈએ.

વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'અન્ય સહયોગી દેશ પણ સૈન્ય હુમલા બંધ કરવાને લઈને સહમત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને શુક્રવારે આખો દિવસ અભિયાન વિશે જાણકારી આપી. વ્હાઈટ હાઉસના નિયમો અનુસાર નામ ન ઉજાગર કરવાની શરત પર અધિકારીએ જણાવ્યું કે ઈઝરાયેલી અભિયાન યોગ્ય ટાર્ગેટ પર હતું. અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી.'

ઈઝરાયેલના હુમલાને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર ઈરાને કહ્યું કે ઈઝરાયેલી હુમલામાં ઈલમ, ખુજસ્તાન અને તહેરાન પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઈઝરાયેલના હુમલામાં મર્યાદિત નુક્સાન થયું છે. ઈરાનના સશસ્ત્ર દળોનું આ નિવેદન સરકારી ટેલિવિઝન ચેનલ પર બતાવવામાં આવ્યું છે, જેમાં નુક્સાન સાથે જોડાયેલી ઘણી તસ્વીર જોવા મળી નથી.

આઈડીએફ એ અન્ય એક ફોટો શેર કર્યો હતો જેમાં ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ હરઝી હલેવી, ઈઝરાયેલી વાયુસેનાના કમાન્ડિંગ ઓફિસર જનરલ ટોમર બાર સાથે કેમ્પ રાબિન (કિરિયા) માં આવેલા ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઈરાન પર હુમલાના કમાન્ડ આપતા દેખાય છે. બીજી તરફ, સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર ઈઝરાયેલે રાત્રે લગભગ ર વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતાં. રિપોર્ટ અનુસાર સીરિયાએ ઈઝરાયેલની કેટલીક મિસાઈલોને તોડી પાડી હતી. અધિકરીઓ નુક્સાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh