Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષમાં કમાયા, તે એક મહિનામાં ડૂબ્યાઃ
મુંબઈ તા. ર૬: શેરબજારમાં ઈન્વેસ્ટરોના લાખો-કરોડો રૂપિયા ડૂબી જતા ગભરાટ ફેલાયો છે. એક અંદાજ મુજબ ઈન્વેસ્ટરોના એક મહિનામાં ૪૦ લાખ કરોડ ધોવાયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં સતત નાણાની ખોટ થઈ રહી છે. વર્ષો સુધી રાહ જોયા પછી ઘણાં રોકાણકારોના પોર્ટફોલિયો જે સારો થયો હતો તે એક મહિનામાં ખરાબ થઈ ગયો છે. મોટા ભાગના રિટેલ ઈન્વેસ્ટર્સનું કહેવું છે કે એક વર્ષમાં તેમણે જે કમાણી કરી હતી તે થોડા જ દિવસોમાં સાફ થઈ ગઈ હતી. કોવિડ પછી આવો ઘટાડો પ્રથમ વખત જોવા મળી રહ્યો છે.
સિલેક્ટેડ મિડકેપ-સ્મોલકેપ શેર છેલ્લા એક મહિનામાં પ૦ ટકા ઘટ્યા છે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો સેન્સેક્સ તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ ૬પ૦૦ પોઈન્ટ્સ અને નિફ્ટીમાં લગભગ ર૧૦૦ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. નિફ્ટીમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સેન્સેક્સ પણ ૮ ટકા સુધી ઘટ્યો છે. ડિફેન્સ ઈન્ડેક્સ ટોચ પરથી ર૬ ટકા નીચે આવ્યો છે, જ્યારે ઓટો સેક્ટરમાં ૧૪ ટકા અને કેપિટલ ગુડ્સમાં ૧૩.પ ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં રૂા. ૪૦ લાખ કરોડનું નુક્સાન થયું છે.
- વિદેશી ઈન્વેસ્ટર્સ ભારતીય બજારમાં ઝડપથી વેચવાલી કરી રહ્યા છે. તેઓ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પૈસા ઉપાડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. હાલમાં ચીનનું માર્કેટ વેલ્યુએશનમાં ભારત કરતા થોડું સસ્તુ હોવાથી માત્ર ઓક્ટોબર મહિનામાં જ વિદેશી ઈન્વેસ્ટર્સએ બજારમાંથી રૂા. ૧.૦૮ લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.
- ઘણી મોટી કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો ખરાબ છે, જેના કારણે શેર ખરાબ રીતે પીટાઈ રહ્ય છે. આ કારણે બજારનું સેન્ટિમેન્ટ સતત કથળી રહ્યું છે. ખાસ કરીને ઓટો સેક્ટર, એફએમસીજી અને કેટલીક ટેક કંપનીઓના પરિણામોએ બજારને મોટો ઝટકો આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial