Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છવ્વીસ વર્ષ પહેલાં ધ્રોલ પોલીસે નોંધ્યો હતો ગુન્હોઃ
જામનગર તા. ર૬: ધ્રોલના કેટલાક આગેવાન સામે અંદાજે છવ્વીસ વર્ષ પહેલાં સમયસર સંડાસ-બાથરૂમ ન બનાવી આપવા અંગે કેટલાક ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આગેવાનોનો છૂટકારો ફરમાવ્યો છે.
ધ્રોલના ગોવિંદભાઈ ડાયાભાઈ અમૃતીયા, લાલજી ભાઈ માવજીભાઈ પરમાર, વિનુ ભાઈ પોપટભાઈ ભાલોડીયા, નૌતમલાલ ગૌરીશંકર જોષી સામે ધ્રોલ પોલીસ મથકમાં જુદા જુદા ખેડૂતોએ સંડાસ-બાથરૂમ બનાવી દેવાના કારણો આપી તેના ખર્ચની રકમ ઉઘરાવી સંડાસ-બાથરૂમ સમયસર બનાવી ન આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઉપરોક્ત ફરિયાદ આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬ તથા ૪૬૫, ૪૭૭ હેઠળ નોંધી તપાસ શરૂ કર્યા પછી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ એસ.કે. રાચ્છ, વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial