Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટર ભાવિન પંડ્યાએ આપી ઝીણવટભરી માહિતી
જામનગર તા. ૨૬: સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ વિશે ઝીણવટભરી માહિતી જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ આપી હતી.
નાગરિકોના પ્રશ્નો તથા ફરિયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. જેમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષાએ અરજદારો પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોએ કઈ રીતે અરજી કરવી, કેવા પ્રશ્નોને સ્વાગત કાર્યક્રમમાં સ્થાન મળે વગેરે બાબતે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ ઝીણવટભરી માહિતી આપી હતી.
વિસ્તૃત વિગતો આપતા કલેકટરે જણાવ્યું છે કે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને દર માસે રાજ્ય કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે તે જ પ્રમાણે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જે તે વિભાગોના વડાઓ જાતે જ ઉપસ્થિત રહે છે અને કલેકટરના અધ્યક્ષના સ્થાને બેઠક યોજી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કઈ રીતે અરજી કરવી
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કઈ રીતે અરજી કરવી તે અંગે કલેકટરે જણાવ્યું કે અરજદારે માત્ર કોરા કાગળ પર પોતાના પ્રશ્નોની રજૂઆત કરતી અરજી દર માસની એકથી દસ તારીખ સુધીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી તથા જિલ્લા કક્ષાએ કલેકટર કચેરીમાં મોકલી આપવાની રહે છે તેમજ દર માસના ચોથા બુધવારે તાલુકા સ્વાગત તથા ચોથા બુધવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેનું નિરાકરણ લવાય છે.
કોઈપણ વિભાગને લગતા પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં આવરી લેવાય છે
કલેકટરએ જણાવ્યું કે કોઈપણ વિભાગનો પ્રશ્ન હોય તેને સ્વાગત કાર્યક્રમમાં મૂકી શકાય છે. કલેકટર કચેરી સહિત આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, કોર્પોરેશન, પશુપાલન, ખેતીવાડી, પીજીવીસીએલ, પંચાયત વિગેરે કોઈપણ વિભાગનો પ્રશ્ન હોય કે જેનો સંલગ્ન કચેરી દ્વારા સંતોષકારક નિકાલ ન આવ્યો હોય તો તે પ્રશ્ને સ્વાગત કાર્યક્રમમાં સમાવિષ્ટ કરી શકાય છે. જ્યાં જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર તથા તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી તથા મામલતદાર જાતે જ લગત અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રશ્નો જવાબ આપે છે. અને જ્યાં જરૂર જણાય ત્યાં વિવિધ વિભાગોનું સંકલન કરીને પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે.
રૂબરૂ આવી ન શકાય તેવા કિસ્સાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી પણ અરજદારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો એક આદર્શ કાર્યક્રમ છે. જેમાં જિલ્લાના કોઈપણ સ્થળે રહેતા નાગરિક પોતાની રજૂઆત ઉચ્ચ અધિકારી સમક્ષ મૂકી શકે છે. રૂબરૂ આવી ન શકાય તેવા કિસ્સાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી પણ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.
આમ, જિલ્લા તથા તાલુકા સ્તરે યોજાતા સ્વાગત કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા તેમજ પોતાના પ્રશ્નો આ કાર્યક્રમ મારફત સંબંધિત મામલતદાર તથા કલેકટર કચેરીમાં મોકલી આપવા જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ જામનગર જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial