Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એપ્રિલ-ર૦રપ સુધીમાં...
ખંભાળિયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ખેડૂતો તથા લોકોને પીવાનું તથા સિંચાઈ માટેના પાણી માટે જીવાદોરી સમાન સાની ડેમ જેના દરવાજા લીકેજ થતા વારંવાર જર્જરીત થતા તોડીને નવો બનાવવાનું કરોડોના ખર્ચે શરૂ થયું હતું. જે ડેમ આવતા ચોમાસામાં પાણી ભરવા માટે તૈયાર થઈ જવાનું જાણવા મળે છે. સાની ડેમ બનાવવા માટે અગાઉ જે એજન્સી હતી તેમણે ૧પ/૧૬ ના ભાવે ર૦રર માં કામ માટે ટેન્ડર ભરેલું પણ આ એજન્સી ડેમના કામમાં પથ્થરાઉ જમીન નીકળતા તથા બ્લાસ્ટીંગ વગર તોડવું શક્ય ના હોય અને યુક્રેન-રશિયા યુદ્ધમાં લોખંડ કોંક્રીટના ભાવ વધતા હતાં. કંપની દંડ ભરીને કામ છોડી ચાલી ગયેલ. તે પછી નવી કંપની નક્કી કરી હતી જેમને સિંચાઈ તંત્ર દ્વારા દોડાવીને કામ તૈયાર કરાવીને હવે પીપર તથા ગેટની જ કામગીરી બાકી રહી છે. તાજેતરમાં સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીની સૂચનાથી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા સિંચાઈ કાર્યપાલક ઈજનેર દેવેશસિંગ અને તેમની ટીમ દ્વારા ઝડપી કામગીરી કરાવતા અગાઉ જે સાની ડેમનું પાણી છેક દ્વારકા-ઓખા પહોંચતું તે સૌથી મોટો ડેમ છે તેમાં આવતા ચોમાસામાં પાણી ભરવાનું શરૂ થશે તેવું દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial