Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વિસ વાયર ફટાફટ છોડાવી છૂપાવી દીધોઃ
જામનગર તા. ૨૬: લાલપુરના મેઘપર ગામની સીમમાં ગયા મંગળવારે સાંજે પસાર થતાં એક પરપ્રાંતિય શ્રમિકને એક ખેતરના શેઢે બાંધેલી લોખંડની વાડમાંથી વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તે પછી વીજ કરંટ વહેતો મૂકનાર ખેડૂત તથા અન્ય એક શ્રમિકે તે વાયર છોડાવી લઈ છૂપાવી દીધો હતો. બંને સામે મૃતકના પુત્રએ પુરાવાને છુપાવવા અંગે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં ધર્મેન્દ્રસિંહ કંચવા નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા લલન છોટન શર્મા (ઉ.વ.૪૮) નામના શ્રમિક મંગળવારે સાંજે ચાલીને જોરૂભા હમીરજી કંચવા નામના ખેડૂતના ખેતર પાસે જતા હતા ત્યારે માર્ગમાં ઈલેકટ્રીક કરંટ વાળા પડેલા લોખંડના તારમાં તેઓનો પગ અડકી જતાં આ શ્રમિકને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. સારવારમાં ખસેડાયેલા આ શ્રમિકનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર પંકજે પોલીસને જાણ કરી હતી.
ત્યારપછી ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં પંકજ લલન શર્માએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મેઘપર ગામના જોરૂભા હમીરજી જાડેજા નામના ખેડૂતે પોતાના ખેતરના શેઢા પર લોખંડના તાર બાંધી તેમાં ઈલેકટ્રીકના સર્વિસ વાયરને બાંધી વાડમાં ઈલેકટ્રીક કરંટ વહેતો મૂક્યો હતો. તે વાયરને લલન શર્મા અડકી જતાં તેઓનું વીજ આંચકો લાગવાથી મૃત્યુ થયું હતું.
ઉપરોક્ત બનાવ પછી કૃત્યને છૂપાવવાના ઈરાદાથી જોરૂભા જાડેજા તથા તેના ખેતરમાં રહેતા મુકેશ નબુભાઈ પચાયાએ મૃતદેહની બાજુમાં પડેલા સર્વિસ વાયરને લોખંડના વાયરમાંથી છોડાવી લઈ વાયર છૂપાવી દીધો હતો. પોલીસે આ ફરિયાદ પરથી બીએનએસની કલમ ૧૦૫, ૨૩૮, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial