Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટર દ્વારા
ખંભાળિયા તા. ર૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૯૬ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો તથા કેટલાક દિવસોમાં એકસાથે ૩૦ ઈંચથી વધુ વરસાદ પડતા ડેમો છલકાયા હતાં જેમાં ભાણવડ પાસેના વર્તુ ડેમના ઓવરફ્લો થવાથી તથા ડેમના દરવાજા ખોલવા થયેલી પરેશાની અંગે કિશાન કોંગ્રેસ તથા ખેડૂતોની વ્યાપક ફરિયાદો હોય, દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા ફરિયાદી, અરજદારો, કિસાન કોંગ્રેસ હોદ્દેદારો તથા પોરબંદર તથા દ્વારકા બન્ને જિલ્લાના સિંચાઈ ખાતાના મુખ્ય અધિકારીઓ તથા વર્તુ-ર ડેમ યોજનાના ઈજનેરોને સાથે રાખીને ખાસ બેઠક જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ યોજીને આ અંગેનો પ્રશ્ન સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કર્યો હતો.
પોરબંદર વિસ્તારમાં વર્તુ-ર ડેમના પાણી છોડાતા શીશાલી સહિતના ગામોમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય ત્યાં કરોડોના રૂ૫યિાના ખર્ચે પૂર પ્રોટેક્શન દીવાલ બનાવવાનું નક્કી થયું હતું તથા જામરાવલ સહિતના વિસ્તારોમાં પણ જરૂર પડ્યે જગ્યા નક્કી થયે પૂર પ્રોટેક્શન દીવાલની તંત્રએ તૈયારી બતાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial