Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાઓના અધિકારો-કાયદાઓ અંગે માહિતી અપાઈઃ
ખંભાળિયા તા. ૨૬: જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણામાં 'આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ' સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાની ૩૮૧ દીકરીઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા બાળકોની સુરક્ષા અંતર્ગત ગુડ ટચ-બેડ ટચ, બાળકો સાથે થતા જાતિય દુર્વ્યવહાર, લિંગ ભેદભાવ, બાળમજૂરી જેવી બાબતોથી અવગત કરાવવામાં આવ્યા હતાં. મહિલાઓના અધિકારો, મહિલા સુરક્ષાને લગત કાયદાઓ અને મહિલા સુરક્ષાને લગતી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ૧૮૧ અભ્યમ હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સ્પોર્ટ સેન્ટર વગેરેની માહિતી ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેનટ ઓફ વુમનના ડિસ્ટ્રીક્ટ મિશન કોર્ડિનેટર દિવ્યાબેન બારડ દ્વારા આપવામાં આવી હતી.
ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમના હિનાબેન વાઘેલા દ્વારા બાળકોના અધિકારો, જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ર૦૧ર, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ તથા બાળકોને સંબંધિત વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત રમતગમતમાં રાજ્યકક્ષા, જિલ્લાકક્ષાએ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન રૂપે 'બેટી બચાવો બેટી પઢાવો યોજના' અંતર્ગત ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મયુર શૈક્ષણિક સંકુલના આચાર્ય મહેશભાઈ કંડોરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial