Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોવાણામાં યુવકને ભાઈ-ભાભીએ લમધાર્યાઃ
જામનગર તા. ૨૬: કાલાવડના રામપર રવેશીયા ગામના એક યુવાનને તેના ખેતરમાં જેસીબી ન ચલાવવાનું કહી એક શખ્સે ફોન પર ગાળો ભાંડ્યા પછી ત્રણ શખ્સે લાકડીથી માર માર્યાે હતો. જ્યારે આઘાપાછી કરવાની શંકાથી એક યુવાનને નોકરીમાંથી કાઢી મુકાતા તેણે પોતાના ભાઈ પર શંકા કરી પત્ની સાથે મળી પાઈપ વડે હલ્લો કર્યાે હતો. ઈજાગ્રસ્તે ભાઈ-ભાભી સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામના રહેવાસી ગૌતમભાઈ ઉર્ફે સાગર નાથાભાઈ કંટારીયા નામના યુવાન ગુરૂવારે સાંજે રામપર ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે અન્ય વ્યક્તિઓને સાથે રાખી જેસીબીથી સફાઈકામ કરાવતા હતા ત્યારે ઝાલાભાઈ મયરણભાઈ ગઢવી નામના શખ્સે કોઈના ફોનમાંથી ફોન કરી સફાઈકામ બંધ કરવાનું કહી ગાળો ભાંડ્યા પછી ગૌતમભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
ત્યારપછી રાજમણ ગઢવી તથા બે અજાણ્યા શખ્સ ખેતરમાં આવ્યા હતા. તેઓએ જેસીબીથી કામ નહીં કરવા અને બંધ કરી દેવા જણાવી લાકડીથી હુમલો કરી ગૌતમભાઈને માર માર્યાે હતો. પગના નળામાં ફ્રેક્ચર જેવી ઈજા પામેલા ગૌતમભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ ઝાલાભાઈ તથા રાજમણ ગઢવી, બે અજાયા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા દિલીપ શિવપરી ગોસાઈ નામના યુવાન અગાઉ એક સોલાર કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. જ્યાં કાનાફુસી કરતા તેઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
આ બાબતે દિલીપને પોતાના સગા ભાઈ ચેતનપરી શિવપરી ગોસાઈ પર ખાર ચઢ્યો હતો. આ માટે વાત કરવા ગઈકાલે બપોરે ચેતનપરીને બોલાવી દિલીપ તથા તેના પત્ની પ્રફુલાબેને પૂછતા ચેતને કોઈ કાનાફુસી કરી નથી તેમ કહ્યું હતું તેથી ઉશ્કેરાયેલા દિલીપે પાઈપથી પોતાના સગા ભાઈ પર હુમલો કર્યાે હતો અને ભાભી પ્રફુલાબેને દિયરના બંને હાથ પકડી રાખ્યા હતા. હેમરેજ સહિતની ઈજા પામેલા ચેતનપરીને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોતાના સગા ભાઈ, ભાભી સામે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial