Advertisement
Author: નોબત સમાચાર

પબ્લિક પોલિસી અને કોર્પોરેટ અફેર્સના ગ્રુપ ચીફ તરીકે મનુ કપૂરની નિમણૂક

એસ્સાર ગ્રુપ દ્વારા

મુંબઈ તા. ૨૬: એસ્સાર દ્વારા મનુ કપૂરની તેના ગ્રુપ પબ્લિક પોલિસી અને કોર્પોરેટ અફેર્સના વડા તરીકેની નિમણૂક કરવામાં આવી છે.

મનુ કપૂર વિવિધ કોર્પોરેશન્સ, સરકાર, જાહેર ક્ષેત્રની એજન્સીઓ અને ઉદ્યોગ જૂથો સાથે કાર્ય કરવાનો ૩૦ વર્ષથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ મિડલ ઈસ્ટ, આફ્રિકા, મધ્ય એશિયા, રશિયા, સીઆઈએસ, પૂર્વીય યુરોપ, બાલ્ટિક્સ અને એશિયામાં કોર્પોરેટ રેપ્યુટેશન અને બ્રાન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રે સફળ કારકીર્દિ ધરાવતા અગ્રણી છે. સાથે જ તેઓ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્યનું ઊંડું જ્ઞાન ધરાવે છે.

તેમની નિમણૂક પર પ્રતિક્રિયા આપતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર, પ્રશાંત રૂઈયાએ જણાવ્યું, અમે મનુ કપૂરને એસ્સાર પરિવારમાં ઉત્સાહભેર આવકારીએ છીએ. જૂથના જાહેર નીતિ અને કોર્પોરેટ અફેર્સના વડા તરીકે મનુ મુખ્ય હિતધારકો-વ્યવસ્થાઓ, સરકારી સંસ્થાઓ, નિયમનકર્તાઓ, મીડિયા અને નીતિ નિર્માતાઓ સાથે વ્યૂહાત્મક સંબંધો બાંધવા અને જાળવવા માટે જવાબદાર રહેશે. એસ્સાર માટે આ ઉત્સાહજનક સમય છે અને અમે કંપનીની સફળતામાં તેમના મૂલ્યવાન યોગદાન માટે આશાવાન છીએ.

આ પ્રસંગે મનુ કપૂરે જણાવ્યું કે 'એસ્સાર એનર્જી ટ્રાન્સીશન, ગ્રીન સ્ટીલ, ડિજિટાઈઝેશન, ટેકનોલોજી અને ઈનોવેશનમાં તેની વૈશ્વિક ઉપસ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે. ઉદ્યોગના નિષ્ણાતો સાથે સહકાર દ્વારા ભારતના આર્થિક વિકાસમાં યોગદાન અને વૈશ્વિક સ્તરે આપણી છબિ મજબૂત કરવા માટે આ એક ઉત્તમ તક છે. હું એસ્સારની આ સફળતા-યાત્રાનો ભાગ બનવા માટે આતુર છું'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh